ETV Bharat / state

Akshaya Tritiya 2022: સુરતમાં અખાત્રીજમાં લોકોને સોના અને ચાંદની ખરીદી પર ખાસ ડિસ્કાઉન્ટ - સોનાનો ભાવ

શુભ કાર્ય કરવા માટે અખાત્રીજને શુભ મુહૂર્ત (Akshaya Tritiya 2022)ગણાય છે. અખાત્રીજના દિવસે સોના અને ચાંદીના ઘરેણાની ખરીદી કરતા હોય છે. સુરત શહેરના (Buy gold and silver)જ્વેલર્સ દ્વારા મેકિંગ ચાર્જ પર 25થી લઈને 50 ટકા સુધીનો ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

Akshaya Tritiya 2022: સુરતમાં અખાત્રીજમાં લોકોને સોના અને ચાંદની ખરીદી પર ખાસ ડિસ્કાઉન્ટ

author img

By

Published : May 2, 2022, 6:21 PM IST

સુરત: શુભ કાર્ય કરવા માટે અખાત્રીજ શુભ મુહૂર્ત ગણાય છે. આ દિવસે લોકો સોના અને ચાંદીના ઘરેણાની ખરીદી કરતા હોય છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી સોના અને ચાંદીના ભાવમાં વધારો થતા લોકો આ શુભ મુહૂર્ત પર સોનું ખરીદી શકે આ માટે સુરત શહેરના જ્વેલર્સ દ્વારા મેકિંગ ચાર્જ( jewelery making charge)પર 25થી લઈને 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઃ સોનાની ખરીદી કરનારા લોકો માટે સારા સમાચાર, સોનું રેકોર્ડ હાઈથી 9,000 સસ્તું

લગ્નસરાની સિઝનની શરૂઆત - હિન્દુ ધર્મમાં અખાત્રીજનું ખુબ જ શુભ મુહુર્ત માનવામાં આવે છે આ દિવસે સોના-ચાંદીની કોઈ વસ્તુ ખરીદવાની પરંપરા છે. માનવામાં આવે છે કે આ દિવસે સોનું અને ચાંદી ખરીદવાથી(Buying gold in Surat) ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે સાથે આવનાર દિવસોમાં લગ્નસરાની સિઝનની શરૂઆત થનાર છે મોટાભાગે લગ્નસરાની સિઝન માટે આ દિવસે લોકો ખરીદી પણ કરતા હોય છે. જોકે છેલ્લા ઘણા સમયથી સોનાના ભાવમાં ધરખમ વધારો થતાં સોનું ખરીદવા માટે લોકો ચિંતામાં પણ જોવા મળી રહ્યા છે ત્યારે અખાત્રીજના મુહૂર્ત પર લોકો સોના અને ચાંદીના ઘરેણા ખરીદી શકે આ માટે મેકિંગ ચાર્જ પર રાહત આપવાનો પ્રયાસ સુરતના જ્વેલર્સ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ Google Pay એપથી સોનાની ખરીદી અને વેચાણ થશે, MMTC-PAMP સાથે કર્યું જોડાણ

અખાત્રીજ ની ખરીદી પર લોકોને લાભ થશે - ડી ખુશાલ દાસના માલિક દિપક ચોક્સીએ જણાવ્યું હતું કે સોનાના ભાવમાં વધારો છે. બીજી તરફ આ દિવસે લોકો લગ્નસરાની ખરીદી કરી શકે અને શુભ મુહૂર્તમાં સોના ચાંદી અને પ્લેટિનમની ખરીદીમાં આગળ આવે આ માટે અમે ખાસ ડિસ્કાઉન્ટ મેકિંગ ચાર્જ પર આપી રહ્યા છે. ડાયમંડની જ્વેલરી પર અમે 50 ટકા, સોનાની જ્વેલરી પર 35 ટકા અને પ્લેટિનમ તેમજ સિલ્વર જ્વેલરી મેકિંગ ચાર્જ 25 ટકા રાહત આપી રહ્યા છે. અમને આશા છે કે આ મેકિંગ ચાર્જ ઓછો કરવાથી અખાત્રીજની ખરીદી પર લોકોને લાભ થશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.