સુરત: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની(Gujarat Assembly Elections) તારીખો જાહેર થઈ ગઈ છે. તે સાથે જ તમામ પાર્ટીઓ પોતપોતાના પ્રચારમાં લાગી ગઈ છે. ગુજરાતમાં નેતાઓ માટે પોલિટિકલ ટુરિઝમ તેજ બની ગયું છે. ત્યારે AIMIM(All India Majlis-E-Ittehadul Muslimeen) પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી પણ ગુજરાતની મુલાકાતે છે. ઓવૈસીએ સુરતના લિંબાયત વિસ્તારમાં જનસભાને સંબોધન કર્યું હતું. લિંબાયત વિસ્તારમાં પોતાના ઉમેદવાર અબ્દુલ બશીર શેખને(Abdul Basheer Shaikh) મત આપી વિજયી બનાવવા અપીલ કરી હતી.
ઓવૈસીના આકરા પ્રહાર: મોરબી બ્રિજની દુર્ઘટના મામલે AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે "વડાપ્રધાન કહે છે હું ન ખાઈશ ન થવા દઈશ. ભારતીય જનતા પાર્ટી કહે છે કે "વડાપ્રધાન મોદી 18 કલાક સુધી કામ કરે છે. કેટલાક લોકો કહે છે 20 કલાક કામ કરે છે. પરંતુ જેમને બ્રિજનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો તે વ્યક્તિ પોતાના ઘરમાં આરામથી બેસી રહ્યો છે."
મતનો યોગ્ય ઉપયોગ કરો: AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ જનસભાને સંબોધન કરતાં કહ્યું કે "આપણા દેશમાં લોકતંત્ર છે. બાબા આંબેડકર દ્વારા બનાવવામાં આવેલું સંવિધાન છે. સંવિધાન આપણને આપણા મનપસંદ ઉમેદવારોને મત આપવાનો અધિકાર આપે છે. મને જાણવા મળ્યું છે કે શહેરી વિસ્તારોમાં લોકોમાં મત નાખવાનો જુસ્સો રહ્યો નથી. આપ સૌને મારું નિવેદન છે કે આપ સૌ તમારા મતનો યોગ્ય ઉપયોગ કરો. તમે કોઈપણ પાર્ટીને મત આપો પરંતુ તમારા મતનો યોગ્ય ઉપયોગ કરો. તમે લાઈનમાં ઊભા રહીને તમારા મતનો ઉપયોગ કરો છો."