સુરત : આમ આદમી પાર્ટીથી છેડો ફાડનાર ઉદ્યોગપતિ મહેશ સવાણીને (Mahesh Savani for Treatment) મોડી રાત્રે તેમના નિવાસસ્થાને હાર્ટ એટેક આવતા સારવાર હેઠળ પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાનું પરિવારના સભ્યો જણાવી રહ્યા છે. મહેશ સવાણીને મોડી રાત્રે છાતીમાં દુખાવાની ફરિયાદ થતાં તેમના પરિવારજનોએ તેમને તાત્કાલિક સુરતની પી.પી સવાની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા હતા.
ડૉક્ટરે કહ્યું કે, હાર્ટ એટેક આવ્યો
સારવાર દરમિયાન આ ડૉક્ટરોએ જણાવ્યું હતું કે, મહેશ સવાણીને હાર્ટ (Mahesh Savani had a Heart Attack) એટેક આવ્યો છે. આ વાતની જાણ થતાં જ તેમના શુભચિંતકો તાત્કાલિક હોસ્પિટલ તેમની તબિયત જાણવા માટે પહોંચી ગયા હતા. હોસ્પિટલના ડોક્ટરો મુજબ મહેશ સવાણીની સ્થિતિ હાલ સ્ટીલ છે.
તબિયતને લઈને પાર્ટી છોડી દેવાનું જણાવ્યું હતું
ઉલ્લેખનીય છે કે, મહેશ સવાણી આમ આદમી પાર્ટીમાં (Former AAP Leader Suffers Heart Attack) જોડાયા બાદ તબિયત અને પારિવારિક કારણોસર પાર્ટી છોડી દેવાનું જણાવ્યું હતું. મહેશ સવાણી સુરતમાં પિતા વિહોણી દીકરીઓના લગ્ન કરાવવા માટે પણ જાણીતા છે. તેઓ અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. તેમની તબિયત એકાએક લથડતા પરિવારના સભ્યો ચિંતાતુર થઈ ગયા હતા. જોકે ડોક્ટરોની એક ટીમ દ્વારા સતત ઓબ્ઝર્વેશન કરવામાં આવી રહ્યું છે. તબિયતની જાણ થતા આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતાઓ ઈશુદાન ગઢવી ગોપાલ ઇટાલીયા સહિતના લોકોએ તેમની તબિયત જાણવા પરિવારનો સંપર્ક પણ કર્યો હતો.