ETV Bharat / state

લિંબાયત PI વિનોદ મકવાણાની દબંગગીરી સામે વિરોધ પ્રદર્શન - gujaratpolice

સુરત: લિંબાયત પોલીસ દ્વારા મહિલાઓ અને યુવકો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. જેને લઈ જિલ્લા કલેકટર કચેરી અને સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે મોરચો કાઢી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. મોટી સંખ્યામાં લોકોએ લિંબાયત પોલીસ ઇન્સ્પેક્ટર વિનોદ મકવાણા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

સુરત
etv bharat
author img

By

Published : Dec 13, 2019, 5:06 PM IST

લિંબાયત પોલીસ સ્ટેશનના પીઆઈને હટાવવાની માગ સાથે લોકો વિરોધ નોંધાવી રહ્યા છે. આજે મોટી સંખ્યામાં લોકો કલેક્ટર કચેરી ખાતે બેનરો સાથે પહોંચ્યા હતા. શિવશક્તિ-ભીમશક્તિ સેના સહિત સમાજના લોકો મોટી સંખ્યામાં મોરચો લઈ જિલ્લા કલેકટર કચેરી અને પોલીસ કમિશ્નર કચેરી ખાતે લિંબાયત પોલીસ ઇન્સ્પેકટર વિનોદ મકવાણા વિરુદ્ધ મોરચો લઈ પહોંચ્યા હતા. લિંબાયત પોલીસ મથકના PI સહિત સ્ટાફ દ્વારા મહિલાઓ અને યુવાનો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો.

લિંબાયત વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડી

પાંચ દિવસ પહેલા બનેલી આ ઘટનામાં મોડી રાત્રી દરમિયાન યુવકની અટકાયત કર્યા બાદ પરિવારજનો રજૂઆત માટે પહોંચ્યા હતા. ત્યારે પોલીસે તમામ પર લાઠીઓ વર્ષાવી હોવાનો આરોપ છે. દલિત મહિલાઓ, યુવાનો, સામાજિક આગેવાનો અને પત્રકારો સાથે પણ દુર્વ્યહારનો આક્ષેપ કરવામાં આવ્યો છે. લીંબાયત પોલીસ મથકના PI મકવાણા અને PSI રાઠોડ સામે મોરચો કાઢી સુત્રોચ્ચાર કર્યા હતા. પોલીસની દમનગીરીની નીતિ સામે યોગ્ય તપાસ અને કાર્યવાહીની માગ સાથે અચોક્કસ મુદત માટે પ્રતિક ઉપવાસ કરવાની ચીમકી આપવામાં આવી છે.

પોલીસ ઇન્સ્પેકટર વિનોદ મકવાણા સામે વારંવાર સ્થાનિકો સાથે ઘર્ષણનો બનાવ સામે આવતો રહ્યો છે. સ્થાનિકોના રોષ જોતાં પોલીસ કમિશ્નર આર. બી બ્રહ્મભટ્ટ શુ પગલાં ભરશે, તે જોવું રહ્યું.

Intro:સુરત :લીંબાયત પોલીસ દ્વારા મહિકાઓ અને યુવકો પર કરવામાં આવેલ દમન સામે જિલ્લા કલેકટર કચેરી અને સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે મોરચો કાઢી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ.મોટી સંખ્યામાં માં લોકોએ લીંબાયત પોલીસ ઇન્સ્પેક્ટર વિનોદ મકવાણા વિરુદ્ધ સુત્રોચ્ચાંર કર્યા હતા.

Body:શિવશક્તિ - ભીમશક્તિ સેના સહિત સમાજના લોકો મોટી સંખ્યામાં મોરચો લઈ જિલ્લા કલેકટર કચેરી અને પોલીસ કમિશ્નર કચેરી ખાતે લીંબાયત પોલીસ ઇન્સ્પેકટર વિનોદ મકવાણા વિરુદ્ધ મોરચો લઈ પહોંચ્યા હતા. લીંબાયત પોલીસ મથકના પીઆઇ સહિત સ્ટાફ દ્વારા બર્બરતા કરી મહિલાઓ અને યુવાનો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો.

પાંચ દિવસ અગાઉ બનેલી આ ઘટનામાં મોડી રાત્રી દરમ્યાન યુવકની અટકાયત કર્યા બાદ પરિવારજનો રજુવાત માટે પહોંચ્યા તો પોલીસે તમામ પર દમન ગુજારી લાઠીઓ વર્ષાવી હોવાનો આરોપ છે. દલિત મહિલાઓ,યુવાનો ,સામાજિક આગેવાનો અને પત્રકારો સાથે પણ દુર્વ્યહાર નો આક્ષેપ કરાયો છે. લીંબાયત પોલીસ મથકના પીઆઇ મકવાણા અને પીએસઆઇ રાઠોડ સામે મોરચો કાઢી ભારે સુત્રોચ્ચાંર કરાયો હતો.પોલીસની દમનગીરી નીતિ સામે યોગ્ય તપાસ અને કાર્યવાહીની માંગ સાથે અચોક્કસ મુદત માટે પ્રતીક ઉપવાસ કરવાની ચીમકી આપવામાં આવી છે.

Conclusion:અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ ઇન્સ્પેકટર વિનોદ મકવાણા સામે વારંવાર સ્થાનિકો સાથે ઘર્ષણનો બનાવ સામે આવતો રહ્યો છે, હવે જોવાનુ રહેશે કે સ્થાનિકોના રોષને લઈ પોલીસ કમિશ્નર આર. બી બ્રહ્મભટ્ટ શુ પગલાં ભરશે.

બાઈટ : સુરેશ સોનવને (દલિત નેતા)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.