ETV Bharat / state

રૂ. 50ની લાલચ આપી નરાધમે 9 વર્ષની બાળકી સાથે કર્યું દુષ્કર્મ - લાલચ

રાજ્યમાં દિવસેને દિવસે દુષ્કર્મની ઘટના વધી રહી છે ત્યારે સુરતમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ ઘટના ચોંકાવનારી એટલે છે કે કેમ કે સુરત જિલ્લાના કીમમાં એક નરાધમે માત્ર 9 વર્ષની બાળકીને રૂ. 50 આપવાની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. જોકે, પોલીસે દુષ્કર્મ આચરનારા આરોપીની ધરપકડ કરવા તપાસ હાથ ધરી છે.

રૂ. 50ની લાલચ આપી નરાધમે 9 વર્ષની બાળકી સાથે કર્યું દુષ્કર્મ

author img

By

Published : Mar 18, 2021, 4:38 PM IST

  • દુષ્કર્મ કર્યા બાદ આરોપી થયો ફરાર
  • પોલીસે આરોપીની તપાસ શરૂ કરી
  • આરોપીએ બાળકીને રૂ. 50ની આપી હતી લાલચ

બારડોલીઃ સુરત જિલ્લાના કીમમાં વધુ એક દર્દનાક કિસ્સો સામે આવ્યો છે. માત્ર 9 વર્ષની માસૂમ બાળકી સાથે પાડોશમાં રહેતા શખ્સે દુષ્કર્મ આચારતા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બાળકીના માતાપિતા તેણીએ તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખસેડયા બાદ પોલીસને જાણ કરી હતી. પોલીસે બાળકીને મેડિકલ ટેસ્ટ માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી આરોપીની શોધખોળ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ બાળકી ગુમ થવાની ફરિયાદ આપનારો પિતા જ નરાધમ નિકળ્યો, દુષ્કર્મ આચરતો હોવાથી સગીરા ભાગી ગઈ હતી

'માતાપિતાને કહીશ તો મારી નાખીશ' કહી આરોપીએ બાળકીને ધમકી આપી હતી

બાળકી ઘરની બહાર રમી રહી હતી ત્યારે નરાધમે ત્યાં આવી બાળકીનું મોઢું બંધ કરી તેને ઘરમાં લઈ ગયો હતો. આરોપીએ રૂ. 50 આપવાની લાલચ આપી બાળકીની કહ્યું હતું કે, માતાપિતાને આ અંગે જાણ ન કરતી નહીં તો મારી નાખીશ. ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તેણીને તાત્કાલિક સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી. જ્યાં તેનું મેડીકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ 13 માસની બાળકી સાથે દુષ્કર્મ, આરોપી પોલીસ સકંજામાં

રડી રહેલી બાળકીને માતાપિતાએ પૂછતાં હકીકત સામે આવી

બુધવારે સાંજે બનેલી ઘટના બાદ રડી રહેલી બાળકીને જ્યારે તેના માતાપિતાએ તેને પૂછ્યું ત્યારે બાળકીએ તેની સાથે થયેલા દુષ્કર્મ અંગે તેમને જણાવ્યું હતું.

પાડોશમાં જ રહેતા આરોપીએ કર્યું દુષ્કર્મ

બાળકી સાથે દુષ્કર્મ કરનાર શખ્સ તેની પાડોશમાં જ રહેતો હતો. બાળકીના પિતાએ જણાવ્યું હતું કે, આરોપી શખ્સ તેના ભાઈનો સાળો થાય છે અને તે ઘણા સમયથી તેમની પાડોશમાં રહેતો હતો. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.