ETV Bharat / state

Surat Crime: ટોપ ટેન મેડિકલ કૉલેજમાં એડમિશનના નામે છેતરપિંડી કરનારો ભેજાબાજ એન્જિનિયર ઝડપાયો - સુરત પોલીસ કમિશનર અજય તોમર

સુરતમાં દેશની ટોપ ટેન મેડિકલ કૉલેજમાં એડમિશન અપાવવાના નામે લોકોને છેતરતો એન્જિનિયર આરોપી ઝડપાયો છે. આરોપીએ તેના 2 મિત્રો સાથે મળીને એક ડોક્ટર પાસેથી 25 લાખ રૂપિયા પડાવી લીધા હતા.

Surat Crime: ટોપ ટેન મેડિકલ કૉલેજમાં એડમિશનના નામે છેતરપિંડી કરનારો ભેજાબાજ એન્જિનિયર ઝડપાયો

author img

By

Published : Feb 20, 2023, 5:37 PM IST

25.25 લાખ લઈ વિશ્વાસઘાત

સુરતઃ લોકો એવું માનતા હોય છે કે એન્જિનિયરના દિમાગને પહોંચવું સહેલું નથી. આવું જ એક ઉદાહરણ સામે આવ્યું છે સુરતમાં. અહીં એન્જિનિયર અને તેના 2 ભેજાબાજ મિત્રોએ સુરતના શિક્ષકના પૂત્રને દેશની ટોપ ટેન મેડિકલ કૉલેજમાં આવનારી લખનઉની કિંગ્સ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટીમાં એડમિશન અપાવવાની લાલચ આપી 25 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. ત્યારે સુરતની ડીંડોલી પોલીસે આ ટોળકીની ધરપકડ કરી હતી.

આ પણ વાંચોઃ Ahmedabad Cyber Crime : સરકારી ઈમેઈલ આઈડી બનાવી બેંક એકાઉન્ટ ફ્રીઝ કરનાર ઝડપાયો

આરોપી એન્જિનિયર નીકળ્યોઃ દરેક માતા પિતા ઈચ્છે છે કે, તેમના બાળક એન્જિનિયર કે ડોક્ટર બને, પરંતુ એડમિશન માટે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે અને લિમિટેડ સિટના કારણે એડમિશન શક્ય બનતું નથી. તેમ જ માતાપિતાનું સ્વપ્ન અધૂરું રહી જતું હોય છે. અનેક માતાપિતા એવા પણ હોય છે કે, તેઓ એડમિશન માટે રૂપિયા પણ આપવા તૈયાર હોય છે, જેથી તેમના બાળકને મેડિકલ કૉલેજમાં એડમિશન મળી જાય આવા જ માતાપિતાને ટાર્ગેટ કરનાર ટોળકીની ધરપકડ સુરત ડિંડોલી પોલીસે કરી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, આ તો ટોળકીમાં એક એન્જિનિયર અને અન્ય 2 પણ માસ્ટર ડિગ્રી ધરાવનાર આરોપીઓ છે.

સેન્ટ્રલ પૂલિંગ કોટામાં એડમિશન કરાવી આપવા તેવો ફોન કર્યોઃ ડિંડોલી વિસ્તારમાં રહેતા શિક્ષક આધ્યાપ્રસાદ સિંહ પોતાના પુત્ર પ્રિયાંશને મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ કરવા માટે નીટની પરીક્ષા અપાવી હતી, પરંતુ 40,000ની ઉપર રેન્ક આવતા મેડિકલ કૉલેજમાં એડમિશન અશક્ય બની ગયું હતું. છતાં તેઓ મેડિકલ કૉલેજની શોધમાં હતા. તે દરમિયાન વિનાયક એજ્યુકેશન ગુડગાંવ નામથી તેમને એમબીબીએસના અભ્યાસ માટે લખનઉ ખાતે આવેલી કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી સરકારી કોલેજમાં સેન્ટ્રલ પુલિંગ કોટામાં એડમિશન કરાવી આપવા તેવો ફોન આવ્યો હતો અને તેમને ખાતરી સાથે વિશ્વાસ આપવામાં આવ્યો હતો કે, તેમના દીકરાનું એડમિશન થઈ જશે.

25.25 લાખ લઈ વિશ્વાસઘાતઃ એટલું જ નહીં આરોપીઓએ ફરિયાદીને અને તેમના પુત્ર પ્રિયાંશને લખનઉ ખાતે આવેલી સરકારી કિંગ્સ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટીમાં બોલાવી મિનિસ્ટ્રી ઑફ હેલ્થ એન્ડ ફેમિલી ગવર્મેન્ટ ઑફ ઇન્ડિયા નિર્માણ ભવન ન્યૂ દિલ્હીનો લેટર બતાવ્યો હતો. તેમ જ કૉલેજનો બનાવટી પ્રોવિઝનલ એડમિશન લેટર આપી ઓનલાઈન રૂપિયા 25.25 લાખ લઈ વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. પોતાની સાથે ઠગાઈ હોવાની જાણકારી મળતા ફરિયાદીએ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી છે.

ખોટા દસ્તાવેજો આપ્યાઃ સમગ્ર મામલે પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, આરોપી રાહુલ તિવારી એન્જિનિયર છે. તેની સાથે મોહમ્મદ સલામ સોએબની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ પણ તેમણે નોઈડા અને કોટામાં આવી જ રીતે છેતરપિંડી કરી હતી. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી ચૂકી છે. ત્રણેય આરોપી પાસેથી દોઢ લાખ રૂપિયાની રિકવરી કરવામાં આવી છે. આરોપીઓ ગુડગાંવ ખાતે ઓફિસ ભાડેથી લીધેલી અને ભાડા કરારમાં પોતાના ઓરિજનલ નામ ટેબલ મોબાઈલ નંબરો છુપાવી ખોટા દસ્તાવેજો આપ્યા હતા.

આ પણ વાંચોઃ Surat crime news: કેમિકલના વેપારીને કાપડનો ધંધો સેટ કરી આપવાનું કહીને કરોડોની છેતરપિંડી કરનારની ધરપકડ

ફરિયાદીનો નંબર જસ્ટ ડાયલ પરથી મેળવ્યાઃ પોલીસ કમિશનરે ઉંમેર્યું હતું કે, ઉચ્ચ શૈક્ષણિક લાયકાત અને ટેક્નોલોજીના જાણકાર હોવાથી આ લોકોને પકડવામાં ખૂબ જ મુશ્કેલી થતી હતી. 4 મહિનાના સમયગાળામાં તેમણે પોતાની ઓફિસના એક પણ વખત પોતાના પ્રાઈવેટ નંબરો વાપર્યા નહતા. તેમ જ ફરિયાદીનો નંબર જસ્ટ ડાયલ પરથી મેળવ્યો હતો. વાલી અને વિદ્યાર્થીને કૉલેજમાં ભરાવીને એડમિશન માટે કૉલેજ કેમ્પસ અને કૉલેજના અલગ અલગ વિભાગના હોવાથી અધિકારીઓ સાથે મુલાકાત કરાવવા ખોટા લોકોને ઊભા કરતા હતા. જે મેડિકલ કૉલેજમાં એડમિશન આપવાની વાત કરવામાં આવી છે તે દેશના ટોપ ટેન મેડિકલ કોલેજમાં સામેલ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.