મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની ના પાડી દીધી હતી અને ગંભીર આરોપ લગાવ્યા છે કે, ક્રાઇમ બ્રાન્ચ અને વરાછા પોલીસે તેમના પુત્રને ગંભીર રીતે માર મારી કરંટ આપતા તેણે આ પગલું ભર્યું છે. મૃતક બેરોજગાર રત્નકલાકાર હતો.
આરોપી બ્રિજેશ રત્ન કલાકાર હતો. દિવાળી પહેલા તેને નોકરી ગુમાવી હતી. તેવુ પરિવારના સભ્યોએ જણાવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચે 6 દિવસ પહેલા જ ત્રણ આરોપીઓની ઘરફોડ ચોરીના બનાવમાં ધરપકડ કરી હતી. જેમાંથી એક બ્રિજેશ હતો. ક્રાઈમ બ્રાન્ચે દાવો કર્યો હતો કે, 2 કતારગામ, વરાછા અને એક ચોક બજાર વિસ્તારમાં થયેલા ઘરફોડ ચોરીના બનાવમાં બ્રિજેશ સહિત અન્ય બે આરોપીઓ સામેલ હતા.
ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછ પૂર્ણ થયા બાદ તેને વધુ તપાસ માટે વરાછા પોલીસ મથકમાં સોંપવામાં આવ્યા હતા. બ્રિજેશને જ્યારે વરાછા પોલીસ મથકમાં 26મી તારીખ સોપવામાં આવ્યો, ત્યારે તેના રિમાન્ડ મેળવ્યા બાદ 11:15 કલાકે પોલીસને આત્મહત્યા કરી હોવાની જાણ થઇ હતી .
અત્રે ઉલ્લેખનીય છે કે,પોલીસ ટોર્ચરના કારણે ખટોદરા પોલીસ મથકમાં એક આરોપીનું મોત થયું હતું, ત્યારે થોડા મહિના બાદ હવે વરાછા પોલીસ મથકમાં આત્મહત્યાના બનાવના કારણે ફરી એક વખત સુરત પોલીસ વિવાદમાં આવી છે. આ સમગ્ર ઘટનાની તપાસ ACP બેન્ચના અધિકારીઓ કરી રહ્યા છે. આ સાથે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરાઇ છે.