- હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન અને ઇન્જેક્શનની ભારે અછત
- ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ રાઉન્ડ ધી કલોક લોકોની સેવા કરી રહ્યા
- હીરાઉદ્યોગના ડાયમંડ કિંગ સવજી ધોળકીયાએ લોકડાઉનને ખૂબ જ જરૂરી જણાવી
સુરત : આખા ગુજરાતની પરિસ્થિતિ કોરોનાના કારણે કફોડી બની છે. હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન અને ઇન્જેક્શનની ભારે અછત છે. હોસ્પિટલમાં ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ રાઉન્ડ ધી કલોક લોકોની સેવા કરી રહ્યા છે. પરંતુ તેઓ પણ હાલ લોકડાઉન લગાડવા સરકારને અપીલ કરી રહ્યા છે. આ વચ્ચે હીરાઉદ્યોગના ડાયમંડ કિંગ સવજી ધોળકીયાએ પણ લોકડાઉનને ખૂબ જ જરૂરી જણાવ્યું છે. સુરતમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા અનેક લોકો પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. રત્નકલાકારો પણ સુપર સ્પ્રેડર બની ગયા છે. આવી સ્થિતિમાં ડાયમંડ કિંગ સવજી ધોળકીયાએ લોકડાઉનને એક માત્ર ઉપાય ગણાવ્યો છે.
આ પણ વાંચો : લોકડાઉનના ભય અને કોરોના ટેસ્ટિંગની હેરાનગતિને કારણે ઝારખંડના શ્રમિકો વતન પરત ફર્યા
એક મહિનાનું લોકડાઉન કરવું જોઈએ આ પ્રકારની પરિસ્થિતિ
પોતાના કર્મચારીઓને કાર અને ફ્લેટ દિવાળી બોનસમાં આપનાર સુરતના ડાયમંડ મર્ચન્ટ સવજી ધોળકીયાએ જણાવ્યું હતું કે, અમે આજના દિવસમાં એક પણ વ્યક્તિને દવાને અપાવી શક્યા નથી. એક પણ વ્યક્તિને વેન્ટિલેટર પર મૂકી શક્યા નહિ. એટલે મને ખૂબ નિરાશા થઇ અને મને થયું કે આ વાતને હું તમારી સમક્ષ મુકું. તમે ખાસ ધ્યાન રાખજો કોઈ-કોઈને મદદ કરી શકશે નહિ. આપણું ધ્યાન જાતે રાખવું બીજો કોઈ વિકલ્પ નથી. કોઈ કાર્યક્રમમાં જવાની જરૂર નથી. ખરેખર આપણે અત્યારે એક મહિનાનું લોકડાઉન કરવું જોઈએ આ પ્રકારની પરિસ્થિતિ મને દેખાઈ રહી છે. નહિ તો આપણે બચી શકવાના નથી. મારી પ્રાર્થના છે બધાને કે, મારી અપીલ બધા ધ્યાને લઇ લેજો.
આ પણ વાંચો : વલસાડ જિલ્લામાં 11 એપ્રિલના પ્રથમ રવિવારે વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યો