સુરત: સુરતના ONGC ચાર રસ્તા પાસે ડમ્પર અને કન્ટેનર વચ્ચે ગંભીર અકસ્માત સર્જવાની ઘટના સામે આવી છે. શહેરમાં ગઈકાલે મોડી રાતે ONGC ચાર રસ્તા પાસે હજીરા તરફ જતા અને બ્રિજ ચઢતા નજીક ડમ્પર અને કન્ટેનર વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. અકસ્માત થતાં લોકો દોડી આવ્યા હતા. જોકે આ અકસ્માત એટલો ગંભીર હતો કે, કન્ટેનરના ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું પરંતુ ડ્રાઇવર કન્ટેનરમાં ફસાઈ ગયો હતો. અંતે તેને બહાર કાઢવા માટે ફાયર વિભાગની મદદ લેવી પડી હતી.
અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી: અકસ્માતને પગલે શહેરની પાલનપુર ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને ડ્રાઇવરના મૃતદેહને બહાર કાઢી સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. બીજી તરફ ડમ્પર ચાલાક પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેને પણ 108 એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ મામલે ઇચ્છાપોર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો Hit and run: કામરેજથી સુરત તરફ રસ્તા પર બની હિટ એન્ડ રનની ઘટના
ભારે જહેમત બાદ મૃતદેહ કાઢ્યો: આ બાબતે પાલનપુર ફાયર વિભાગના ઓફિસર કિરીટ મોડએ જણાવ્યું કે, રાતે 11:52 એ ફાયર કંટ્રોલ રૂમમાંથી કોલ આપવામાં આવ્યો હતો કે, ONGC ચાર રસ્તા પાસે ડમ્પર અને કન્ટેનર વચ્ચે અકસ્માત થયો છે. આ અકસ્માતમાં કન્ટેનરનો ડ્રાઇવર અંદર ફસાઈ ગયો છે અને તેનું મોત પણ થઈ ચૂક્યું છે. જેથી અમે ત્યાં પહોંચીને લગભગ 1 કલાકની ભારે જહેમત બાદ ડ્રાયવરને બહાર બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો.
આ પણ વાંચો Patan mehsana highway md drugs: SOG એ MD ડ્રગ્સની ડીલેવરી કરી ફેલ
મૃતક બિહારનો વતની: આ બાબતે ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ અજય પુરુષોત્તમે જણાવ્યું કે, અમે રાત્રે પેટ્રોલિંગમાં જ હતા તે દરમિયાન અમને આ ઘટનાની માહિતી મળતા જ અમને ઘટના સ્થળે પહોંચ્યા હતા. જોકે અકસ્માતના કારણે ટ્રાફિક જામ પણ થઇ ગઈ હતી કારણ કે, રોડની વચ્ચે જ આ અકસ્માત થયો હતો અને ત્યાં લોકોનું ટોળું પણ જામી ગયું હતું. અકસ્માતમાં કન્ટેનર ચાલક મૃતક સંતોષકુમાર શાહુ જોઓ મૂળ બિહારના વતની છે. તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને તેઓ અંદર એવી રીતે ફસાઈ ગયા હતા કે, બહાર કાઢવા માટે અમારે ફાયર વિભાગની મદદ લેવી પડી હતી. ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગ આવીને તેમના મૃતદેહ બહાર કાઢી સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ ખાતે મોકલ્યો હતો. બીજી બાજુ અમારા આવા પહેલા જ ડમ્પર ચાલકને લોકોએ દ્વારા જ બહાર કાઢીને સાળવાર માટે 108 મારફતે ખાનગી હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. હાલ તો આ મામલે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.