રાંદેર - કોઝવે રોડ પરથી પોતાના ઘરે પરત ફરી રહેલા આરીફને કેટલાક અજાણ્યા ઇસમોએ છરીની ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. ઘટના બનતાની સાથે પોલીસે આ મામલે તપાસનો દોર શરૂ કર્યો હતો. જ્યાં પોલીસે હત્યાની આ ઘટનામાં અગાઉ ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે આરીફની હત્યા તેના નજીકના સંબંધિત દ્વારા જ કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ, પોલીસે હત્યાના ઘટના સ્થળની નજીક લાગેલા CCTV ફૂટેજ ચેક કરાતા આશરે ૯ જેટલા આરોપીઓ સામેલ હોવાનું સામે આવ્યુ છે. ફૂટેજના આધારે આરોપીઓ સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી હતી. જેને લઇને પાંચ ઈસમોની રાંદેર પોલીસ દ્વારા ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે મળતી માહિતી અનુસાર હત્યાની આ ઘટનામાં ફરાર મુખ્ય આરોપીની ડીંડોલી પોલીસે ધરપકડ કરી રાંદેર પોલીસને સોંપ્યો છે.
આરીફ મર્ડર કેસ: વધુ પાંચ આરોપીઓની ધરપકડ - ક્રાઈમ ન્યુઝ
સુરત: રાંદેર વિસ્તારમાં બે દિવસ પહેલા યુવકની દર્દનાક હત્યા કરવામાં આવી હતી. જેમાં પાંચ આરોપીની પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે. મિત્ર દ્વારા જ ખુની ખેલ ખેલવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યુ છે.
![આરીફ મર્ડર કેસ: વધુ પાંચ આરોપીઓની ધરપકડ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5084352--thumbnail-3x2-surat.jpg?imwidth=3840)
રાંદેર - કોઝવે રોડ પરથી પોતાના ઘરે પરત ફરી રહેલા આરીફને કેટલાક અજાણ્યા ઇસમોએ છરીની ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. ઘટના બનતાની સાથે પોલીસે આ મામલે તપાસનો દોર શરૂ કર્યો હતો. જ્યાં પોલીસે હત્યાની આ ઘટનામાં અગાઉ ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે આરીફની હત્યા તેના નજીકના સંબંધિત દ્વારા જ કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ, પોલીસે હત્યાના ઘટના સ્થળની નજીક લાગેલા CCTV ફૂટેજ ચેક કરાતા આશરે ૯ જેટલા આરોપીઓ સામેલ હોવાનું સામે આવ્યુ છે. ફૂટેજના આધારે આરોપીઓ સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી હતી. જેને લઇને પાંચ ઈસમોની રાંદેર પોલીસ દ્વારા ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે મળતી માહિતી અનુસાર હત્યાની આ ઘટનામાં ફરાર મુખ્ય આરોપીની ડીંડોલી પોલીસે ધરપકડ કરી રાંદેર પોલીસને સોંપ્યો છે.
Body:સુરતના રાંદેર વિસ્તારમાં રહેતો આરીફ નામનો યુવક લગ્ન પ્રસંગ પતાવી મળસ્કેના પાંચ વાગ્યાના અરસામાં મોટર સાયકલ પર પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. રાંદેર - કોઝવે રોડ પરથી પોતાના ઘરે પરત ફરી રહેલા આરીફ ને કેટલાક અજાણ્યા ઇસમો દ્વારા આંતરી ચપ્પુના ઉપરા છાપરી ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. ઘટના બનતાંની સાથે પોલીસે આ મામલે તપાસનો દોર શરૂ કર્યો હતો જ્યાં પોલીસે હત્યાની આ ઘટનામાં અગાઉ ચાર આરોપીઓની ધરપકડ કરી હતી.. પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે આરીફ ની હત્યા તેના નજીકના અને સંબંધિત દ્વારા જ કરવામાં આવી છે એટલું જ નહીં પરંતુ પોલીસે હત્યાના ઘટના સ્થળથી નજીક લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કરતા આશરે ૯ જેટલા આરોપીઓ ક્યાં થયા હતા જે ફૂટેજના આધારે આરોપીઓ સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી હતી ફૂટી અંદર અને પાંચ ઈસમો પણ દેખાતા તે તમામની પણ આજરોજ રાંદેર પોલીસ દ્વારા ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જ્યારે મળતી માહિતી અનુસાર હત્યાની આ ઘટનામાં ફરાર મુખ્ય આરોપી ની ડીંડોલી પોલીસે ધરપકડ કરી કબજો રાંદેર પોલીસને સોંપ્યો છે...
Conclusion:પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આરીફ ની હત્યા md ડ્રગ્સનો કારોબાર આ અંગે કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આરોપીઓ અને આરીફ વચ્ચે એમડી ડ્રગ્સ મામલે વિવાદ ચાલી આવ્યો હતો ..જે વિવાદનો કરૂણ અંજામ આવ્યો હતો. જોકે આ મામલે પોલીસ હાલ હત્યાનું કારણ અંગત અદાવત અને ઝઘડાનું કારણ બતાવી રહી છે.. પરંતુ રાંદેર વિસ્તારમાં md ડ્રગ્સનો કારોબાર ને લઈને ડ્રગ્સ માફિયાઓ ફાટીને ધુમાડે ગયા હોય તે આ ઘટના પરથી ફલિત થઇ રહ્યું છે....
બાઈટ :પી.એલ.ચૌધરી( એસીપી પો.કમી.પીઆરઓ સુરત)