ETV Bharat / state

Surat News: ઓલપાડમાં હીંચકે ઝૂલી રહેલ યુવક અચાનક ઢળી પડ્યો, સારવાર દરમિયાન મોત - હાર્ટ એટેક

ઓલપાડ તાલુકાના જીણોદ ગામે હિંચકા ઉપર બેઠેલા રત્ન કલાકાર વિપુલ પટેલને અચાનક છાતીમાં દુ:ખાવો થયા બાદ ચક્કર આવતા નીચે પડ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

ઓલપાડમાં હીંચકે ઝૂલી રહેલ યુવક અચાનક ઢળી પડ્યો

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 15, 2023, 2:10 PM IST

સુરત: ઓલપાડ તાલુકાના જીણોદ ગામના ગાયત્રી મહોલ્લામાં રહેતો વિપુલ બળવંતભાઇ પટેલ (ઉ. વ.૪૨) રત્નકલાકાર હતો. તેઓ પોતાના ઘર ખાતે હિંચકા ઉપર બેસી ઝૂલી રહ્યો હતો. તે સમયે તેમને અચાનક છાતીમાં દુઃખાવો થયો હતો. ચક્કર આવતા તે હિંચકા ઉપરથી નીચે પટકાયો હતો. જેથી તેને હોઠમાં ઇજા થવાથી લોહી નીકળતા તેમને સારવાર અર્થે રામનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું.

હાર્ટ એટેકથી મોત થયાનું અનુમાન: ઓલપાડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવનાર રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે વિપુલ પટેલ હીંચકે ઝૂલતા હતા, તે દરમિયાન તેઓને ચક્કર આવ્યા હતા અને તેઓ નીચે પડી ગયા હતા. હાર્ટ એટેકના કારણે મોત થયાનું અનુમાન છે. સમગ્ર ઘટનાની જાણ ઓલપાડ પોલીસને કરી છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વિપુલ પટેલનું મોત હાર્ટ એટેકથી થયું છે કે પછી અન્ય કારણોસર થયું છે તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.

અગાઉ પણ બની છે ઘટનાઓ: અન્ય બનાવની વાત કરીએ તો ડીંડોલીમાં બીલીયાનગરમાં રહેતો 35 વર્ષીય ધર્મવીર ગોંડ બુધવારે સાંજે વેસુમાં વી.આઇ.પી રોડ SMC આવાસ પાસે કન્ટ્રકશન સાઇટ પર કલર કામ કરતો હતો. ત્યારે તેને અચાનક છાતીમાં દુઃખાવો થતા બેભાન થઇ ગયો હતો. જેથી તેને સારવાર માટે નવી સિવિલમાં ખસેડાયો હતો. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. ત્રીજા બનાવમાં પાંડેસરામાં ગોવાલકનગરમાં રહેતો 45 વર્ષીય બ્રિજબિહાર યાદવ ગત ગુરુવારે બપોરે બમરોલી રોડ હરીઓમનગર ઇન્ડસ્ટ્રીઝ પાસે મજુરીકામ કરતો હતો. ત્યારે તેની અચાનક તબિયત બગડતાં સાવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કર્યો હતો.

  1. Heart Attack : જામનગરના 13 વર્ષના ઓમનું હાર્ટ એટેકથી મોત, મુંબઇમાં યોગના ક્લાસ સમયે ઢળી પડ્યો
  2. Navratri Heart Attack Case : ગરબે ઘુમતા ખેલૈયાઓ માટે ETV BHARAT નો વિશેષ અહેવાલ, જાણો હાર્ટ એટેકથી બચવાના ઉપાય

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.