સુરતઃ સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ કૈલાસનગરમાં રહેતી 14 વર્ષિય વિધાર્થિનીને તેના પિતાએ ઉત્તરાયણ નિમિતે સહેલીઓ સાથે ફરવા જવા માટે ના પડતા પુત્રી ખૂબ જ હતાશ થઈ ગઈ હતી. જોત જોતામાં બપોરે ભોજન લઈ પરિવાર ઘરની બહાર બેઠા હતો અને તે સમય જોઈ ઘરના પંખા સાથે ગળે ફાસો ખાઈ જીવન ટુંકાવી(Suicide Case in Surat) લેતા ચકચાર મચી ગઇ હતી. જોકે પુત્રીને તરત નીચે ઉતારી તાત્કાલિક 108 મારફતે સુરત સિવિલ હોસ્પિટલ(Surat Civil Hospital) આવતા ફરજ પરના ડૉક્ટરે મૃત જાહેર કરતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો
ધોરણ 10માં અભ્યાસ કરતી હતી
આ બાબતે પુત્રીના પિતાએ જણાવ્યું કે, મારી દીકરી સવારે જીદ પકડીને બેઠી હતી કે મારે મારી સહેલીઓ સાથે બહાર ફરવા જવું છે. પરંતુ મેં આ બાબતે તેને ના પાડી હતી. કારણ કે એક બાજું કોરોના સંક્રમણ ખૂબ જ ફેલાઇ રહ્યું છે અને ઉત્તરાયણ એટલે પતંગના દોરાથી કશું થઈ ન જાય તે માટે તેને ના પડી હતી. મારી દિકરી ધોરણ-૧૦માં અભ્યાસ કરતી હતી. અમે બપોરે જમીને ઘરની બહાર બેઠા તેની 10 મિનિટની અંદર જ તેણે આ પગલું ભર્યું.
દીકરીને લટકી જોઈ માતા બુમાબુમ
આ ઉપરાંત જણાવ્યું હતું કે, દીકરીને લટકી જોઈ તેની માતા બુમાબુમ કરતાં બધા જ દોડી ગયા હતા. પુત્રી તેને નીચે ઉતારી તાત્કાલિક 108 મારફતે સુરત સિવિલ હોસ્પિટલ લઈ ગચા હતા. સિવિલ હોસ્પીટલના ફરજ પરના ડૉક્ટરોએ દીકરીને મૃત(Girl Commits Suicide in Surat) જાહેર કરી હતી. દીકરીના પિતાએ કહ્યું કે, અમારા પરિવારમાં ત્રણ સંતાનો પૈકી આ સૌથી નાની દીકરી હતી. આ ઉપરાંત આ બાબતે પોલીસને જાણ થતાં વધુ(Surat Crime Case) તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Gujarat Ranji Team 2022: સુરતના 3 ખિલાડીઓની ગુજરાતની રણજી ટીમમાં પસંદગી, ટીમનો કેપ્ટન પણ સુરતનો
આ પણ વાંચોઃ Suicide case in Surat: સુરતમાં વિદ્યાર્થીનીએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી