સુરતઃ સુરત શહેરના સચીન GIDC વિસ્તારમાં રહેતી 19 વર્ષીય યુવતી સિલાઈ મશીનના ટ્યુશનએથી ઘરે મોડે પહોંચતા પિતાએ ઠપકો આપ્યો હતો. પિતાએ ઠપકો આપ્યાના થોડા સમય બાદ ઘરના બીજા રૂમમાં જઈ પંખામાં દુપટ્ટો બધી ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવી(Suicide Case in Surat) લીધાનો બનાવ સામે આવી રહ્યો છે.
મૃતદેહને જોતા નાના ભાઈના મોઢામાંથી ચીખ ફાટી નિકળી
રુમમાં યુવતી નાના ભાઈની નજર જતાં મોઢામાંથી ચીખ નીકળી ગઈ હતી. બુમાબુમનો અવાજ સંભળાતા લોકોએ દુપટ્ટો કાપી રિક્ષામાં સિવિલ હોસ્પિટલ(Surat Civil Hospital) લઈને ગયા હતો. હોસ્પિટલમાં ફરજ પરના ડૉક્ટરે યુવતીને મૃત જાહેર કરી હતી. આત્મહત્યાના બનાવ બાબતે સચીન GIDC પોલીસને જાણ થતાં કાર્યવાહી હાથ ધરી હતી.
ઘરની પરિસ્થિતિ સારી ન હોવાને કારણે કિશોરીને ધોરણ 9 સુધી જ અભ્યાસ કરાવ્યો
મૃતક કિશોરીના પિતાએ જણાવ્યુ કે, અમે મૂળ બિહારના ગોપાલગંજ જિલ્લાના સહજવા ગામમાંના રહેવાસી છીએ. ઘરની પરિસ્થિતિ સારી ન હોવાને કારણે બાળકીને ધોરણ- 9 સુધી અભ્યાસ કરાવ્યો હતો. મારા ઘરમાં મારી પત્ની, પુત્ર અને આ બાળકી છે. મે વિચાર્યું કે, બાળકીને સિલાઈ મશીનના ક્લાસમાં મોકલું કઈ શીખશે તો ઘરે જ કામ કરેશે. પરંતુ કામે મોકલ્યા પછી પુત્રી છેલ્લા કેટલા દિવસથી સિલાઈ મશીન ક્લાસમાંથી મોડેથી આવતી હતી. પુત્રી મોડી ઘરે આવતા એની મમ્મીએ કહ્યું કે ડેથી આવું હોય તો સિલાઈ મશીન શીખવાનું બંધ કરી દે ત્યારે ગઈકાલે ટ્યુશનેથી 1 કલાલ મોડેથી આવતા હુ તેના ઉપર ગુસ્સે થયો હતો.
પોલિસ તપાસ હાથ ધરી
કિશોરીના પિતાએ વધુમાં જણાવ્યું કે, જો કે હું બપોરે જમીને કામ ઉપર જતો રહ્યો હતો. ત્યાર બાદ પુત્રનો ધટના અંગે ફોન આવ્યો એટલે હું તરત ઘરે દોડી આવ્યો હતો. મને ખબર નહિ મારાં ઠપકાના કારણે આ(Girl Commits Suicide in Surat) પગલું ભર્યું છે કે કોઈ બીજું કારણ છે. બાકી હું પણ નથી જાણતો કેમ આવું અચાનક પગલું ભર્યું. હાલતો પોલીસે તેનો ફોન પણ જપ્ત(Surat Crime Case) કર્યો છે.
આ પણ વાંચોઃ Gujarat Ranji Team 2022: સુરતના 3 ખિલાડીઓની ગુજરાતની રણજી ટીમમાં પસંદગી, ટીમનો કેપ્ટન પણ સુરતનો
આ પણ વાંચોઃ Suicide case in Surat: સુરતમાં વિદ્યાર્થીનીએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી