ETV Bharat / state

એક સંતાન થયા પછી હું જાડી થઈ ગઈ તો મારા પતિએ ફરવા લઈ જવાનું બંધ કરી દીધું - સુરત મહિલા પોલીસ મથક

સુરતના ઇચ્છાનાથ ખાતે રહેતી પરિણીતાને લગ્નના બીજા દિવસથી પતિ, સાસુ-સસરા દ્વારા ત્રાસ ગુજારી દહેજમાં 25 લાખ રોકડા અને 1.1 કિલો ચાંદી લઈ આવવા દબાણ કરી શારીરિક-માનસિક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકવામાં આવી હતી. આ અંગે મહિલા પોલીસમાં પતિ, સાસુ સસરા સામે ફરિયાદ નોંધાઈ છે.

એક સંતાન થયા પછી હું જાડી થઈ ગઈ તો મારા પતિએ ફરવા લઈ જવાનું બંધ કરી દીધું

author img

By

Published : Jan 30, 2021, 10:28 AM IST

  • સુરતના મહિલા પોલીસ મથકમાં એક મહિલાએ નોંધાવી ફરિયાદ
  • ચારિત્ર્ય અંગે શંકા વ્યક્ત કરતા પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કર્યો
  • પતિ, સાસુ-સસરા દ્વારા ત્રાસ ગુજારી ઘરમાંથી કાઢી મુકવામાં આવી

સુરત : સુરતના મહિલા પોલીસ મથકમાં એક મહિલાએ ફરિયાદ નોંધાવી છે કે, 'એક સંતાન થયા પછી હું જાડી થઈ ગઈ તો મારા પતિ ફરવા લઈ જવાનું બંધ કરી દીધું ' આ આક્ષેપ સાથે શિક્ષિત સમાજના અશિક્ષિત દાખલો સુરતમાં નોંધાયો છે. આરોપ છે કે, 1.1 કિલો ચાંદી અને 25 લાખ રોકડા દહેજ નહિ લાવી તો પરિણીતાને કાઢી મુકાઈ.

દહેજમાં 1.1 કિલો ચાંદી અને 25 લાખ રોકડા માંગણી કરી હતી

અડાજણ ખાતે રહેતી 29 વર્ષીય પરિણીતાના લગ્ન વર્ષ 2008માં ઇચ્છાનાથ ખાતે પલ્લવ બંગ્લોઝમાં રહેતા જીગર સુરેશ ગાંધી સાથે થયા હતા. લગ્ન વખતે ગાંધી પરિવાર આરતીના માતા પિતા પાસે દહેજમાં 1.1 કિલો ચાંદી અને 25 લાખ રોકડા માંગણી કરી હતી. આ માંગણી તાત્કાલિક સંતોષાય તેમ ન હોવાથી પરિણીતાના માતા-પિતાએ સોના ચાંદીના દાગીના રોકડા તથા ઘરવખરીનો સામાન આપ્યો હતો તે લઈને ઘરે ગઈ પછી પતિ સાસુ-સસરા પરિણીતા સાથે ઝઘડો કરતા હતા.

સંતાન થયા પછી પરિણીતા જાડી થઈ

જ્યારે સાસુ રાધાબેન આ ઘર પર મારો જ હક રહેશે તારો હક નહીં રહેશે કહી અપશબ્દો ઉચ્ચારી અપમાનિત કરતા હતા. જ્યારે પતિ મોબાઈલ ફોન અને ઈન્ટરનેટ વાપરવા આપતો નહોતો અને જબરજસ્તી સંબંધ બાંધતો હતો. લગ્ન બાદ એક સંતાન થયા પછી પરિણીતા જાડી થઈ હતી. આ વાતને લઈને પણ જીગર હવેથી તને હું ફરવા નહીં લઈ જઈશ અને તને છોડી દઈશ એમ કહી માનસિક ત્રાસ આપતો હતો. ત્રણ મહિના અગાઉ મધ્યરાત્રે આરતીને માર મારી ઘરમાંથી કાઢી મૂકતા જ છેવટે મહિલા પોલીસ હેલ્પલાઈન પર ફોન કરી મદદ માંગી અને ફરિયાદ નોંધાવી હતી.

ચારિત્ર્ય અંગે શંકા વ્યક્ત કરી

જેમાં પરિણીતાએ પોલીસને જણાવ્યું હતું કે, સ્કૂલ રિયુનિયન મીટિંગમાં જવાનું કહેતા જીગરે તેણીના ચારિત્ર્ય અંગે શંકા વ્યક્ત કરી હતી. તેમજ પતિ જીગર પરિણીતાને કહ્યું હતું કે, તું તો ઇંગ્લિશ મીડિયમમાં ભણેલી છે તારા ઉપર મને ક્યારેય પણ વિશ્વાસ આવશે નહીં એમ કહ્યું હતું. જે વાત સાંભળીને આરતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પતિના મિત્રના કહેવાથી તેણે પોલીસ સમક્ષ પતિની તરફેણમાં નિવેદન આપ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.