ETV Bharat / state

ધોરણ નવના વિદ્યાર્થીએ આગને લઇને બનાવ્યું અનોખુ ડિવાઇસ

સુરત: ધોરણ નવમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આગની ઘટના અંગે જાણકારી આપતું મોબાઇલ ડિવાઇસ બનાવ્યું છે. ધોરણ 9માં અભ્યાસ કરતા 14 વર્ષીય વિદ્યાર્થીએ છેલ્લા એક વર્ષની મહેનત બાદ આ અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. જેને રોબો ટેકનોલોજીના ઉપયોગથી તૈયાર કરાયેલા ડિવાઇસ સેન્સેફ પ્રોવિઝનલ પેટન્ટ પણ મળી ગઈ છે. આ મોબાઈલ ડિવાઇસ આગની ઘટના સમયે મેસેજ અથવા ઈ-મેલ તેમજ મોબાઇલની રિંગ દ્વારા જાણકારી આપે છે. જે સમગ્ર ભારતમાં એકમાત્ર ડિવાઇસ હોવાનું માનવામાં આવે છે. માત્ર 14 વર્ષની ઉમરમાં વિદ્યાર્થીની આ અનોખી સિદ્ધિ પાછળ એક કારણ છે, જ્યાં દોઢ વર્ષ પહેલા પોતાના ઘરે લાગેલી આગથી વિદ્યાર્થીને આ ડિવાઇસ બનાવવાની પ્રેરણા મળી હતી.

વિદ્યાર્થીએ આગને લઇને બનાવ્યું અનોખુ ડિવાઇસ
author img

By

Published : Jun 16, 2019, 10:47 AM IST

સુરતના એક વિદ્યાર્થીએ એક એવું ડિવાઈસ તૈયાર કર્યું છે, જે ઘરમાં અથવા દુકાન સહિત ઓફિસમાં આગની ઘટના બને ત્યારે તેની જાણ તાત્કાલિક ઇમેઇલ, મેસેજ અથવા મોબાઈલથી મળી જતી હોય છે. વાત સાંભળી કદાચ તમને આશ્વર્ય લાગશે, પરંતુ હા આ વાત સાચી છે. સુરતની તક્ષશિલા આગની ઘટના અને દોઢ વર્ષ પહેલા પોતાની જ બિલ્ડિંગમાં લાગેલી આગથી પરિચિત ધોરણ નવમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી મોબાઈલ પર રીંગ અને મેસેજ મોકલતું આ ડિવાઇસ તૈયાર કર્યું છે. સુરતની રોબો ફોન એકેડમી સાથે સંકળાયેલા અને મુંબઈની સ્કૂલમાં અભ્યાસ કરતા 14 વર્ષીય શિવ કંપાનીએ એક વર્ષની મહેનત બાદ સેનસેફ ડિવાઇસ તૈયાર કર્યું છે. જે ડિવાઇસ આગ લાગતાની સાથે જ સાઈરન એલાર્મ તો વગાડે છે સાથે ડિવાઇસ ધારકને આગ લાગી હોવાનો મેસેજ અને રિંગ પણ મોકલે છે. ઘણીવાર ઘરના સભ્યો બહારગામ હોય અને આગની ઘટના બનતી હોય તે દરમિયાન આ ડિવાઇસ દેવદૂત સાબિત થઈ શકે છે.

વિદ્યાર્થીએ આગને લઇને બનાવ્યું અનોખુ ડિવાઇસ

મુંબઇની શાળામાં ધોરણ નવમાં અભ્યાસ કરતો શિવ કંપાની છેલ્લા સાડા ત્રણ વર્ષથી સુરતના ઘોડ દોડ રોડ પર આવેલ રોબો ફન ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરી રહ્યો છે. જ્યાં છેલ્લા એક વર્ષની મહેનત બાદ તેણે આ અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. આ અંગે શિવ કંપાનીના શિક્ષકે જણાવ્યું કે, અત્યાર સુધી આગ લાગે ત્યારે માત્ર સાયરન વાગતું અને જો આપણે આસપાસ હોય તો ઉપાય કરી શકીએ. પરંતુ સાયરન ન સંભળાય એવી સ્થિતી હોય તો શું કરી શકાય? આજ કારણ છે કે શિવ દ્વારા એક અનોખી શોધ કરી આ ડિવાઇસ તૈયાર કર્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, પ્રથમ તો મોબાઈલમાં મેસેજ અને ઇમેઇલ પર મેસેજ જવાની સુવિધા હતી. પરંતુ ઘણીવાર લોકો મોબાઈલના મેસેજ કે ઇમેઇલ ચેક કરતા નથી. એટલા માટે આ ડિવાઇસમાં રિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. જ્યાં રિંગ વાગે તે દરમિયાન ડિવાઇસ ધારક તુરંત જ પોતાના મોબાઈલમાં જોઇશે અને ઘટનાની જાણકારી તેને મળી રહેશે. સરકારની પરવાનગી મળશે તો ફાયર વિભાગને પણ કોલ જાય તેવી અદ્યતન ટેકનોલોજી પણ ઉભી કરવામાં આવી છે. એટલુ જ નહીં આ ડિવાઇસની પ્રોવિઝનલ પેટન્ટ પણ એપૃવલ થઈ ચૂકી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે તક્ષશિલાની ઘટના બાદ લોકોમાં એક ભયનો માહોલ બન્યો છે. ફાયર વિભાગ પણ કાર્યવાહી પુરજોશમાં કરી રહી છે. જો કે સુરતના શિવ કંપાનિએ બનાવેલ સેનસેફ ડિવાઇસ ખરેખર શહેરમાં બનતી આવી ઘટનાઓ માટે દેવદૂત સાબિત થઇ શકે છે. જે સુરત ફાયર વિભાગ સહિત શહેરીજનો માટે જ નહીં પરંતુ દરેક નાગરિક માટે આશીર્વાદ સમાન સાબિત થઈ શકે છે.

R_GJ_05_SUR_15JUN_FIRE_VIDEO_SCRIPT

Feed by FTP

સુરત :  ધોરણ નવ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આગની ઘટના અંગે જાણકારી આપતું મોબાઇલ ડિવાઇસ બનાવ્યું છે... ધોરણ 9માં અભ્યાસ કરતા14 વર્ષીય વિધાર્થીએ છેલ્લા એક વર્ષની મહેનત બાદ આ અનોખી સિદ્ધિ હાંસલ કરી છે... જેને રોબો ટેકનોલોજીના ઉપયોગથી તૈયાર કરાયેલા ડિવાઇસ સેન્સેફ પ્રોવિઝનલ પેટન્ટ પણ મળી ગઈ છે. આ મોબાઈલ ડિવાઇસ આગની ઘટના સમયે મેસેજ અથવા ઈ-મેલ તેમજ મોબાઇલની રિંગ દ્વારા જાણકારી આપે છે. જે સમગ્ર ભારતમાં એકમાત્ર ડિવાઇસ હોવાનું માનવામાં આવે છે... માત્ર 14 વર્ષની ઉમરમાં વિદ્યાર્થી ની આ અનોખી સિદ્ધિ પાછળ એક કારણ છે,જ્યાં દોઢ વર્ષ પહેલા પોતાના ઘરે લાગેલી આગથી વિદ્યાર્થીને આ ડિવાઇસ બનાવવાની પ્રેરણા મળી..

ઘણીવાર ઘર અથવા દુકાન બંધ હોય અને સભ્યો બહાર હોય ત્યારે અચાનક આગની દુર્ઘટના થતી હોય છે.પરંતુ આ  બાબતની જાણ ઘરના સભ્યોને થતી નથી.. સુરતના એક વિદ્યાર્થીએ એક એવું દિવસ તૈયાર કર્યું છે ,જે ડિવાઇસ થકી ઘરમાં અથવા દુકાન સહિત ઓફિસમાં આગ ની ઘટના બને ત્યારે તેની જાન તાત્કાલિક ઇમેઇલ ,મેસેજ અથવા મોબાઈલ થી મળી જતી હોય છે ...વાત સાંભળી કડાચ અશ્વર્ય લાગશે ,પરંતુ વાત સાચી છે.... સુરતની તક્ષશિલા આગની ઘટના અને દોઢ વર્ષ પહેલા પોતાની જ બિલ્ડિંગમાં લાગેલી આગથી પરિચિત  ધોરણ નવ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી મોબાઈલ પર રીંગ અને મેસેજ મોકલતું આ ડિવાઇસ તૈયાર કર્યું છે ...સુરતની  રોબો ફોન એકેડમી સાથે સંકળાયેલા અને મુંબઈની સ્કૂલમાં અભ્યાસ કરતા ૧૪ વર્ષીય શિવ કંપાનીએ એક વર્ષની મહેનત બાદ સેનસેફ ડિવાઇસ તૈયાર કર્યું છે... જે ડિવાઇસ આગ લાગતા ની સાથે જ સાઈરન એલાર્મ તો વગાડે છે સાથે ડિવાઇસ ધારકને આગ લાગી હોવાનો મેસેજ અને રિંગ પણ મોકલે છે.ઘણીવાર ઘરના સભ્યો બહારગામ હોય અને આગની ઘટના બનતી હોય તે દરમ્યાન આ ડિવાઇસ દેવદૂત સાબિત થઈ શકે છે..

ડિવાઇસ ની શોધ કરનાર શિવ કપાનિએ જણાવ્યું કે,દોઢ વર્ષ અગાઉ તેની બિલ્ડીંગના ફ્લેટમાં આગ ની ઘટના બની હતી.તે સમયે પરિવાર ના કોઈ પણ સભ્યો ઘરે હાજર ન હતા.આગ વધુ પ્રસરે તે પહેલા કાબુમાં આવી ગઈ હતી.પરંતુ જો આગ પ્રસરી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત. આ ઘટના બાદ વિચાર આવ્યો કે કોઈક એવું ડિવાઇસ બનાવવામાં આવે જેથી કરી આવી ઘટના ને રોકી શકાય.જ્યાં એક વર્ષની ભારે મહેનત બાદ સેનસેફ નામનું દિવાઇસ બનાવવામાં સફળતા મળી.આ ડિવાઇસ ની મહત્તમ કિંમત બે હજાર ની આસપાસ છે.અને સૌથી સરળ ડિવાઇસ છે.આ ડિવાઇસ ખાસ શાળા - કોલેજો અને એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂત માં.મહત્વનું સાબિત થશે.વધુમાં જણાવ્યું હતું કે,તક્ષશિલા અગ્નિકાંડ ની ઘટના બાદ શહેરની તમામ શાળા ,કોલેજો અને શેક્ષણિક સંસ્થાઓ આ બાબતે એલર્ટ થઈ ગઈ છે.ત્યારે આવા સ્થળોએ પણ માનવતા ના ધોરણે નફો - નુક્શાન ભૂલી આ ડિવાઇસ લગાડવા ઓફર કરવામાં આવશે.

મુંબઇ ની શાળામાં ધોરણ નવમાં અભ્યાસ કરતો શિવ કંપાની છેલ્લા સાડા ત્રણ વર્ષથી સુરતના ઘોડ દોડ રોડ પર આવેલ રોબો ફન ઇન્સ્ટિટ્યૂટ માં અભ્યાસ કરી રહ્યો છે.જ્યાં છેલ્લા એક વર્ષની મહેનત બાદ તેણે આ અનોખી સિદ્ધિ હાંસલ કરી છે.આ અંગે શિવ કંપાની ના શિક્ષકે જણાવ્યું કે,અત્યાર સુધી આગ લાગે ત્યારે માત્ર સાયરન વાગતું અને જો આપણે આસપાસ હોય તો ઉપાય કરી શકીએ..પરંતુ સાયરન ના સંભળાય એવી સ્થિતી હોય તો શું કરી શકાય ? આજ કારણ છે કે શિવ દ્વારા એક અનોખી શોધ કરી આ ડિવાઇસ તૈયાર કર્યું છે.તેમણે જણાવ્યું કે,પ્રથમ તો મોબાઈલમાં મેસેજ અને ઇમેઇલ પર મેસેજ જવાની સુવિધા હતી.પરતું ઘણીવાર લોકો મોબાઈલ ના મેસેજ કે ઇમેઇલ ચેક કરતા નથી.એટલા માટે આ ડિવાઇસ માં રિંગ ની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.જ્યાં રિંગ વાગે તે દરમ્યાન ડિવાઇસ ધારક તરત જ પોતાના મોબાઈલ માં જોશે અને ઘટના ની જાણકરી તેને મળી રહેશે.... સરકાર ની પરવાનગી મળશે તો ફાયર વિભાગને પણ કોલ જાય તેવી અદ્યતન ટેકનોલોજી પણ ઉભી કરવામાં આવી છે.એટલુ જ નહીં આ ડિવાઇસ ની પ્રોવિઝનલ પેટન્ટ પણ એપૃવલ થઈ ચૂકી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે તક્ષશિલા ની ઘટના બાદ લોકોમાં એક ભયનો મહોલ બન્યો છે.ફાયર વિભાગ પણ કાર્યવાહી પુરજોશમાં કરી રહી છે.જો કે સુરત ના શિવ કંપાનિએ બનાવેલ સેનસેફ ડિવાઇસ ખરેખર શહેરમાં બનતી આવી ઘટનાઓ માટે દેવદૂત સાબિત થઇ શકે છે.જે સુરત ફાયર વિભાગ સહિત શહેરીજનો માટે જ નહીં પરંતુ દરેક નાગરિક માટે આશીર્વાદ સમાન સાબિત થઈ શકે છે.

બાઈટ : શિવ કંપાની( ડિવાઇસ તૈયાર કરનાર વિધાર્થી)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.