સુરત : વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વની સૌથી મોટી ઓફિસના ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. ડાયમંડ સીટી સુરત માટે આ ખૂબ જ મોટી બાબત છે. વિશ્વમાં સુરત ડાયમંડ બુર્સ જાણીતો થશે. તયારે સુરતના એક હીરા ઉદ્યોગપતિએ સોના-ચાંદી અને હીરાથી બે કિલો વજનની સુરત ડાયમંડ બુર્સની પ્રતિકૃતિ બનાવી છે. વિશ્વભર માટે સુરત ડાયમંડ બુર્સ આઈકોનિક બિલ્ડીંગ છે, જેને ધ્યાનમાં રાખી હીરા ઉદ્યોગપતિ જતીન કાકડિયા દ્વારા આ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે.
-
સુરત માત્ર તેના ચળકતા હીરા ઉધોગને કારણે જ નહીં પરંતુ તેની વૈવિધ્યસભર સંસ્કૃતિ અને વિરાસત માટે પ્રવાસીઓનો સમૃદ્ધ ખજાનો છે. સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકેની મંજૂરીથી વિદેશી પ્રવાસીઓ માટે દરવાજા ખુલશે અને વિદેશી વેપારમાં પણ વધારો થશે.
— Amit Shah (@AmitShah) December 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ…
">સુરત માત્ર તેના ચળકતા હીરા ઉધોગને કારણે જ નહીં પરંતુ તેની વૈવિધ્યસભર સંસ્કૃતિ અને વિરાસત માટે પ્રવાસીઓનો સમૃદ્ધ ખજાનો છે. સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકેની મંજૂરીથી વિદેશી પ્રવાસીઓ માટે દરવાજા ખુલશે અને વિદેશી વેપારમાં પણ વધારો થશે.
— Amit Shah (@AmitShah) December 16, 2023
સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ…સુરત માત્ર તેના ચળકતા હીરા ઉધોગને કારણે જ નહીં પરંતુ તેની વૈવિધ્યસભર સંસ્કૃતિ અને વિરાસત માટે પ્રવાસીઓનો સમૃદ્ધ ખજાનો છે. સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકેની મંજૂરીથી વિદેશી પ્રવાસીઓ માટે દરવાજા ખુલશે અને વિદેશી વેપારમાં પણ વધારો થશે.
— Amit Shah (@AmitShah) December 16, 2023
સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ…
PM મોદીના હસ્તે ડાયમંડ બુર્સનું ઉદ્ધાટન: આવતીકાલે 17મી ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત ડાયમંડ બુર્સનું ઉદઘાટન કરવા જઈ રહ્યા છે ,જ્યાં દેશ-વિદેશના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ વેપારીઓ હાજર રહેશે. વિશ્વભરમાં સુરત ડાયમંડ બુર્સ ચર્ચાનો વિષય છે જ્યારે વધુ એક ડાયમંડ બુર્સ હાલ ચર્ચાઇ રહ્યો છે. સુરતની એક ડાયમંડ કંપની દ્વારા ખાસ ડાયમંડ બુર્સ ની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે ખજોદ તૈયાર ડાયમંડ બુર્સની જેમ આ પણ ખૂબ જ મહત્વ ધરાવે છે કારણ કે સુરત સીટી ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે અને ડાયમંડ સિટીમાં બે કિલો વજનદાર સુરત ડાયમંડ બુર્સની પ્રતિકૃતિ હીરા, સોનાં અને ચાંદીથી તૈયાર કરવામાં આવી છે . ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ડાયમંડ બુર્સ માટે અભિનંદન આપ્યાં છે.
60 દિવસની મહેનત: આ ડાયમંડ બુર્સની વાત કરવામાં આવે તો તેને સાત અલગ-અલગ રાજ્યના 35 થી પણ વધુ કારીગરો દ્વારા તૈયાર કરવામાં છે. બિહાર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર સહિતના કારીગરોએ 60 દિવસની મહેનત બાદ આ ડાયમંડ બુર્સની પ્રતિકૃતિ તૈયાર કરી છે.મહત્વપૂર્ણ છે કે, બુર્સની આ પ્રતિકૃતિ બે કિલો જેટલું વજન ધરાવે છે જેની અંદર 6,886 હીરા જડવામાં આવ્યાં છે.
એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંદેશ: આ સુરત ડાયમંડ બુર્સની આબેહુબ પ્રતિકૃતિ તૈયાર કરનાર ઉદ્યોગપતિ જતીન કાકડીયાએ જણાવ્યું હતું કે, ડાયમંડ બુર્સ વિશ્વભરના લોકો માટે આઇકોનિક ઈમારત છે, અને હીરા ઉદ્યોગ માટે જાણીતી થશે જેથી આ પ્રતિકૃતિ અમારા દ્વારા બનાવવામાં આવી છે. એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંદેશ આપવા માટે આ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. જેમાં સોના, ચાંદી અને હીરાનો ઉપયોગ કરવામાં આવ્યા છે.