સુરત: શહેરમાં કોરોના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે ત્યારે બીજી બાજુ સ્વાઇન ફ્લૂના કેસમાં સતત(Swine flu case in Surat ) વધારો જોવા મળી રહ્યો છે. જેને લઈને રાજ્ય સરકાર તથા સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ પ્રકારની તૈયારી કરી દેવામાં (Swine flu in Gujarat)આવી છે. શહેરમાં અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લૂના કુલ 43 જેટલા કેસો નોંધાયા છે. સુરત મહાનગરપાલિકાની આરોગ્યની ટીમ દ્વારા શહેરના અલગ અલગ ઝોનમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
સુરતમાં સ્વાઇન ફ્લૂના 43 કેસ - આ ચોમાસાની ઋતુમાં સ્વાઇન ફ્લૂના કેસમાં(Swine flu) સતત વધારો થઇ રહ્યો છે. જેને લઈને સુરત સહિત રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રકારની તૈયારી કરી દેવામાં આવી છે. હજી પણ એક મહિના સુધી કાળજી રાખવાની જરૂર છે. અત્યારે સુધીમાં સુરત શહેરમાં સ્વાઇન ફ્લૂના કુલ 43 જેટલાં કેસ નોંધ્યા છે .ગઈકાલે પણ સ્વાઇન ફ્લૂના કુલ 6 કેસો નોંધ્યા હતા. તે સાથે બે લોકોના મત્યુ પણ (Swine flu 2022)થયા છે. એમાં એક 46 વર્ષના પુરુષ હતા તેમનું 4 ઓગસ્ટના રોજ સ્વાઇન ફ્લૂના કારણે મોત થયું હતું. 45 વર્ષથી વધુ ઉંમરની મહિલા 1 ઓગસ્ટના રોજ મૃત્યુ થયુ છે.
આ પણ વાંચોઃ કાળો કળિયુગ : કોરોના, લમ્પી અને હવે સ્વાઇન ફ્લૂનો તાંડવ, વધુ એકનું મૃત્યુ
સ્વાઇન ફ્લૂના કુલ 16 જેટલા દર્દીઓ - શહેરમાં સ્વાઇન ફ્લૂના કુલ 16 જેટલા દર્દીઓ દાખલ કરવામાં આવ્યા છે. તે પૈકી બે મોટી ઉમરાના લોકો છે. તેમાં એક દર્દીઓ વેન્ટિલિટર ઉપર રાખવામાં આવ્યો છે. અને બીજો એકને બાઇ પેટ ઉપર રાખવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકા તથા રાજ્ય સરકાર દ્વારા સુરતની સિવિલ અને સિમ્મેર હોસ્પિટલમાં એક અલાયું વોર્ડ તૈયાર કરવામાં આવ્યું છે. તેમાં સિમ્મેર હોસ્પિટલમાં એક દર્દીને દાખલ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ Tarnetar Fair 2022 : લમ્પીથી તરણેતરના મેળાની રંગત થઇ ફિક્કી, રદ થઇ બે સ્પર્ધા
સ્વાઇન ફ્લૂના લક્ષણો - સ્વાઇન ફ્લૂના લક્ષણો જોઈએ તો શરદી-ખાંસી, તાવ અને ગાળામાં દુખાવો થવો સ્વાઇન ફ્લૂના લક્ષણો છે. ત્યારબાદ જો તાવ ઉતારે નહિ અને ત્રણ-ચાર દિવસ સુધી તાવ હોય તો તેમનું ટેસ્ટિંગ કરાવવું ફરજીયાત છે. આ કેસમાં કેમિકુલ ટેબ્લેટ ઉપલબ્ધ છે. તે દર્દીના સાથે રેહનારા લોકોને પણ આપવામાં આવે છે. જોકોને કોઈ સંજોગોમાં શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું થવું, હાફ ચઢે,તો તાત્કાલિક દાખલ થવાની જરૂરિયાત રહે છે.