વરાછામાંઆવેલા સરદાર સ્મૃતિ ભવનમાં આયોજિત કાર્યક્રમમાં સવર્ણ ચોકીદારો સહિતના મહાનુભાવો પણ હાજર રહ્યા હતા. આ સાથે જ સુરત શહેર ભાજપ પ્રમુખ, મેયર તેમજ ધારાસભ્યો પણ હાજર રહ્યા અને મેં ભી ચોકીદાર કાર્યક્રમને માણ્યો હતો.
આ કાર્યક્રમમાં હાજર ચોકીદારોએ એક જ મત આપ્યો હતો કે, આગામી લોકસભાની ચૂંટણીમાં મોદીને ચોર કહેનાર પાર્ટીને માત આપી મોદી સરકાર બનશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. મોદીએ હમણાં સુધી ગરીબો માટેના ઘણા કાર્યો કર્યા છે, અને આજે ચોકીદારને એક સન્માનની રીતે જોવામાં આવી રહ્યું છે. ત્યારે આ બાબતે ETV Bharatએ કેટલાક ચોકીદારો જોડે ખાસ વાતચીત કરી હતી.