ETV Bharat / state

સુરતમાં જાહેરમાં આયોજિત બર્થ ડે પાર્ટીમાં બાર ડાન્સરે લગાવ્યા ઠૂમકા, નોટોનો કરાયો વરસાદ - Birthday party celebration in Surat

જાહેરમાં ઉજવણી નહી કરવાનો સુરત પોલીસ કમિશ્નરનું જાહેરનામું છે પરંતુ આ બધા વચ્ચે સુરતના અઠવા વિસ્તારમાં જાહેરમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાર ડાન્સર બોલાવવામાં આવી હતી અને ઠુમકા લગાવવામાં આવ્યા હતા. એટલું જ નહી અહીં નોટોનો વરસાદ પણ કરવામાં આવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઇ રહ્યો છે. જેમાં બાળકો અને વૃદ્ધ મહિલાઓ પણ નજરે ચડી રહ્યા છે. આ મામલે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

Bar dancer at a birthday party in Surat
Bar dancer at a birthday party in Surat
author img

By

Published : Oct 8, 2021, 5:42 PM IST

  • સુરતમાં રાત્રિ કરફ્યૂ વચ્ચે બર્થ ડે પાર્ટીની ઉજવણી
  • બાર ડાન્સરે ઠૂમકા લગાવ્યા અને પાર્ટીમાં નોટોનો વરસાદ કરાયો
  • અઠવા પોલીસ સ્ટેશનના થોડા અંતરે જ જન્મદિવસની ઉજવણી

સુરત: કોરોનાની મહામારીને લઈને સંક્રમણ ન વધે તે માટે જાહેરમાં ઉજવણી કરવા પર પ્રતિબંધ છે. તે માટે સુરત પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. આ બધા વચ્ચે સુરતના અઠવા વિસ્તારનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં લોકોએ જાહેરમાં ઉજવણી કરી હતી એટલું જ નહી આ ઉજવણીમાં બાર ડાન્સરને બોલાવવામાં આવી હતી અને તેની સાથે ઠુમકા લગાવી નોટોનો વરસાદ પણ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં કેટલાક માથાભારે લોકો પણ નજરે ચડે છે. એટલું જ નહી અહી નાના બાળકો પણ દેખાઈ રહ્યા છે. બાર ડાન્સર સાથે લોકોએ અહી મેં હું ડોન, તમંચે પે ડિસ્કો જેવા સોંગ પર ઠુમકા લગાવ્યા હતા. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં કોરોનાની ગાઈડલાઈન અને સુરત પોલીસ કમિશ્નરના જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ થતો જોવા મળ્યો હતો. તેમજ હાજર લોકોએ માસ્ક પણ પહેર્યું ન હોવાનું વીડિયોમાં બહાર આવ્યું છે.

આ પણ વાંચો: ગોંડલમાં જનસેવા કેન્દ્રે બર્થડે પાર્ટી ઉજવનાર ભાજપ શહેર પ્રમુખ અને મંત્રી વિરુદ્ધ ગુનો નોંધાયો

પોલીસને આ ઉજવણીની ભનક તક ન લાગી

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે આ વીડિયો સુરતના ભાગાતળાવ વિસ્તારનો અને પાંચ દિવસ જૂનો વીડિયો વાયરલ થયો હોવાનું જાણવા મળ્યું છે. અહી જાહેરમાં આટલી મોટી ઉજવણી થઇ ગઈ હોવા છતાં પોલીસને આ ઉજવણીની ભનક તક ન લાગી તે એક મોટો સવાલ છે. આ વીડિયોમાં શરમને નેવે મૂકી ઠુમકા લગાવવામાં આવી રહ્યા હતા અને નોટોનો વરસાદ પણ કરવામાં આવી રહ્યો હતો. આ વીડિયો વાયરલ થતા હવે પોલીસ હરકતમાં આવી છે.

આ પણ વાંચો: વાપીની આંગણવાડીમાં બર્થ ડે ઉજવતા 11 યુવાનોની પોલીસે કરી ધરપકડ

બેદરકારી સુરતમાં ફરી એક વખત સંક્રમણ વધારી પણ શકે

ઉલ્લેખનીય છે કે, હાલમાં નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે. નવરાત્રીની ઉજવણીને લઈને સરકારે વિવિધ નિયમો અમલમાં મુક્યા છે. તેમજ 12 વાગ્યા બાદ કરફ્યૂનો ચુસ્ત અમલ પણ સુરત પોલીસ દ્વારા કરવામાં આવશે તેમ જણાવી દેવામાં આવ્યું છે. પોલીસની આંખ નીચે જ આટલી મોટી ઉજવણી થઇ ગઈ હોવા છતાં પોલીસને આની ભનક તક ન લાગી હતી. લોકોની આવી બેદરકારી સુરતમાં ફરી એક વખત સંક્રમણ વધારી પણ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.