ETV Bharat / state

Organ Donation in Gujarat : પુનામાં એક વ્યક્તિના બન્ને હાથ કપાઈ જતા સુરતના 14 વર્ષીય બ્રેઈનડેડ બાળકના હાથનું દાન મળતા નવજીવન મળ્યું - organ donation statistics

ઓક્ટોમ્બર મહિનામાં સુરતની કિરણ હોસ્પીટલમાં બ્રેઈનડેડ(braindead patient in gujarat) જાહેર કરાયેલા 14 વર્ષીય ધાર્મિક અજય કાકડિયાના નામના બાળકના બન્ને હાથોનું દાન ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી કરાવવામાં આવ્યું હતું. જે સમગ્ર દેશમાં સૌથી નાની ઉંમરના એટલે કે 14 વર્ષના બાળકના હાથનું દાન(Organ Donation in Gujarat) કરવાની સૌપ્રથમ ઘટના હતી. કાકડિયા પરિવારે પોતાના વ્હલા દીકરાએ છ વ્યક્તિઓને નવજીવન આપ્યું હતું.

Organ Donation in Gujarat : પુનામાં એક વ્યક્તિના બન્ને હાથ કપાઈ જતા સુરતના 14 વર્ષીય બ્રેઈનડેડ બાળકના હાથનું દાન મળતા નવજીવન મળ્યું

author img

By

Published : Dec 4, 2021, 9:28 AM IST

  • "મને મારા હાથ મળી ગયા" બે વર્ષ પહેલા વીજ કરંટ લાગવાને કારણે બંને હાથ-પગ કપાઈ ગયા હતા
  • ધાર્મિક તેના હાથ થકી મારી સાથે જીવી રહ્યો છે, હું પણ તેમનો જ દીકરો છું
  • 14 વર્ષના બાળકના હાથનું દાન કરવાની સૌપ્રથમ ઘટના
  • 14 વર્ષના બાળકે કુલ છ વ્યક્તિઓને નવજીવન આપ્યું

સુરત : ઓક્ટોમ્બર મહિનામાં સુરતની કિરણ હોસ્પીટલમાં બ્રેઈનડેડ(braindead patient in gujarat) જાહેર કરાયેલા 14 વર્ષીય ધાર્મિક અજય કાકડિયાના નામના બાળકના બન્ને હાથોનું દાન ડોનેટ લાઈફ સંસ્થાના(donate life surat gujarat) માધ્યમથી કરાવવામાં આવ્યું હતું. જે સમગ્ર દેશમાં સૌથી નાની ઉંમરના એટલે કે 14 વર્ષના બાળકના હાથનું દાન(Organ Donation in Gujarat) કરવાની સૌપ્રથમ ઘટના હતી. કાકડિયા પરિવારે પોતાના દીકરાના બંને હાથ સહીત હૃદય, ફેફસાં, લિવર અને ચક્ષુઓનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન આપ્યું હતું.

દાન કરાયેલા ધાર્મિકના બંને હાથનું ટ્રાન્સપ્લાન્ટ પુનાના રહેવાસી 32 વર્ષીય વ્યક્તિમાં મુંબઈની ગ્લોબલ હોસ્પીટલમાં ડૉ.નિલેશ સતભાયા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યુ હતું. આ વ્યક્તિને બે વર્ષ પહેલા વીજ કરંટ લાગવાને કારણે તેના બંને હાથ-પગ કપાઈ ગયા હતા. તે પુનાની એક કંપનીમાં એકાઉન્ટંટ તરીકે ફરજ બજાવતો હતો. તેના પરિવારમાં પત્ની, 4 વર્ષનો પુત્ર અને 2 વર્ષની પુત્રી છે.

યુવાનને જાણે સર્વસ્વ પાછુ મળી ગયું

ડોનેટ લાઈફ સંસ્થાના(braindead patient organ donation) સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાળા અને ડોનેટ લાઈફની ટીમે મુંબઈની ગ્લોબલ હોસ્પીટલમાં સુરતના અંગદાતા સ્વ.ધાર્મિક કાકડીયાના બંને હાથનું ટ્રાન્સપ્લાન્ટ જે યુવાનમાં કરવામાં આવ્યું હતું. તે યુવાન અને તેના પરિવાર સાથે મુલાકાત લઈ તેને મળેલ નવજીવન અને તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે શુભકામના પાઠવી હતી. હાથના ટ્રાન્સપ્લાન્ટ પછી તે યુવાનને જાણે સર્વસ્વ પાછુ મળી ગયું હોય એવી તેની લાગણી હતી. હાથના ટ્રાન્સપ્લાન્ટ પહેલા નિ:સહાય, લાચાર, મજબુર અને જીવન જીવવા માટે હતાશ થયેલો યુવાન આજે જીવન જીવવા માટે ઉત્સાહિત હતો.

મારા પરિવાર પર બોજરૂપ હોઉ એમ અનુભવતો હતો

ટ્રાન્સપ્લાન્ટ પહેલા અને પછીના જીવન વિષે યુવાને જણાવ્યું હતું, કે ટ્રાન્સપ્લાન્ટ પહેલા લાચારી અને મજબુરીથી હું જીવન જીવી રહ્યો હતો અને મારા પરિવાર પર બોજરૂપ હોઉ એમ અનુભવતો હતો. જીવનમાં ખુબજ નિરાશા અને હતાશા હતી. બે વર્ષ પહેલા જયારે કરંટ લાગવાને કારણે મારા બંને હાથ પગ કપાઈ ગયા હતા. ત્યારે મારી દીકરી 12 દિવસની હતી. હું મારી વ્હાલી દીકરીને રમાડવા કે ખોળામાં લેવા માટે પણ અસમર્થ હતો.

ટ્રાન્સપ્લાન્ટ પછી એ સવાલ પૂરો થઇ ગયો

વધુમાં જણાવ્યું હતું કે, હું અકસ્માત પહેલા સ્વાવલંબી જીવન જીવતો હતો અને હવે પરાવલંબી જીવન જીવવાને કારણે જીવનમાં ઘણી હતાશા આવી ગઈ હતી. શરીર પર ખંજવાળ આવે તો હું ખંજવાળી પણ શકતો ન હતો ત્યારે હતાશામાં આવી હું વિચારતો કે હાથ-પગ વગરની આવી જિંદગીનો શું મતલબ. વારંવાર મારા મનમાં એક સવાલ આવતો કે અત્યારે મારા બાળકો નાના અને નાસમજ છે, તેઓ જયારે મોટા થશે, મને સવાલ પૂછશે કે તમારા હાથ આવા કેમ? પરંતુ ટ્રાન્સપ્લાન્ટ(BrainDead Paint Recovery) પછી એ સવાલ પૂરો થઇ ગયો. મારી પત્નીએ મને ખુબ હિંમત આપી, હું થોડા સમય પછી કુત્રિમ પગ પર ઉભો થઇ ગયો. મારી પત્ની અને અન્ય લોકોના સહયોગથી આજે મારું ટ્રાન્સપ્લાન્ટ શક્ય બન્યું છે.

અકસ્માત સમયે મારી દીકરી 12 દિવસની હતી

યુવાનની પત્નીને હાથના ટ્રાન્સપ્લાન્ટ પહેલા અને પછીની લાગણી વિષે પૂછતા, તેણે જણાવ્યું કે મારા પતિના અકસ્માત સમયે મારી દીકરી 12 દિવસની હતી, દીકરી અને પતિની સારસંભાળ રાખવામાં દિવસ ક્યાં પૂરો થઇ જતો હતો તેની ખબર પણ પડતી ન હતી. ખાવા-પીવા કે સુવાનો સમય પણ મળતો ન હતો. જાણે બે બાળકોને જન્મ આપ્યો હોય તેવી લાગણી થતી હતી. આજે જયારે મારા પતિના બંને હાથનું સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ થઇ ગયું છે ત્યારે હું ખુબ જ ખુશ છું, મારા પતિ ધીમે ધીમે પોતાનું જીવન સ્વાવલંબી જીવી શકશે અને અમારા બાળકોનો ઉછેર સારી રીતે કરી શકશે.

અંગદાન માટે જનજાગૃતિ ફેલાવવાનું કાર્ય પણ કરીશ

ધાર્મિકના માતા-પિતાનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેઓના નિર્ણય થકી આજે મને હાથ મળ્યા છે અને નવુંજીવન મળ્યું છે. હું તેમનો ખુબ જ આભાર માનું છું, ધાર્મિકના માતા-પિતાને સંદેશો આપવા માંગું છું કે તમારો દીકરો ધાર્મિક તેના હાથ થકી મારી સાથે જીવી રહ્યો છે અને હું પણ તેમનો જ દીકરો છું, તેના હાથ વડે હું સતકાર્યો કરી સમાજમાં અંગદાન માટે જનજાગૃતિ ફેલાવવાનું કાર્ય પણ કરીશ.

આ પણ વાંચોઃ રાજકોટમાં બ્રેનડેડ યુવાનના મોત બાદ અંગદાન, છ લોકોના જીવનમાં ફેલાશે પ્રકાશ

આ પણ વાંચોઃ રાજસ્થાનના 46 વર્ષીય મહિલાએ અમદાવાદ સિવિલ હોસ્પીટલમાં કર્યું અંગદાન, ઘણાં દર્દીઓનું જીવન પુનઃ ખીલશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.