- માંડવી તાલુકાના જામનકુવા ગામે શિકારની શોધમાં નીકળેલ દીપડો પડ્યો કૂવામાં
- વનવિભાગની ટીમે કૂવામાં પાંજરું ઉતારી દીપડાને સહીસલામત બહાર કાઢ્યો
- શિકારની શોધમાં દીપડો 30 ફૂટ ઊંડા કૂવામાં ખાબક્યો
સુરતઃ માંડવી તાલુકાના જામનકુવા ગામે શિકારની શોધમાં નીકળેલ દીપડો 30 ફૂટ ઊંડા કૂવામાં ખાબક્યો હતો. ઘટનાની જાણ ગામલોકોને થતાં ઘટનાસ્થળે ગામલોકોના ટોળેટોળાં ઉમટ્યાં હતાં. ગામના સરપંચ દ્વારા ઘટનાની જાણ વનવિભાગને કરવામાં આવતા વનવિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને દીપડાને રેસ્ક્યૂ કરવાની કામગીરી હાથ ધરી હતી. વનવિભાગની ટીમે ફાયબરના પાંજરામાં દોરડું બાંધી પાંજરાને કૂવામાં ઉતાર્યું હતું અને દીપડાને પાંજરામાં પુરી સહીસલામત બહાર કાઢ્યો હતો.
આ પણ વાંચોઃ ગુજરાત વિધાનસભાએ પસાર કરેલા લવ જેહાદ સહિતના 8 વિધેયકોને રાજ્યપાલની મંજૂરી
આ પણ વાંચોઃ શંખથી ઘેરબેઠાં થેરેપીઃ કોવિડમાંથી સાજા થયાં બાદ ચેસ્ટ ફિઝિયોથેરાપી કરી શકાય છે!