- નકલી પોલીસ બની માસ્કના નામે ઉઘરાવતો હતો દંડ
- સુરતમાં નકલી પોલીસનો ત્રાસ
- નેવીનાં કર્મચારીઓને પણ માર્યો લાફો
સુરત : અમરોલી જુના કોસાડ રોડ ખાતે રાત્રે મર્ચન્ટ નેવીમાં મરીન એન્જિનીયર તરીકે નોકરી કરતા સની પ્રકાશ પ્રજાપતિ અને તેના મિત્ર કૃણાલ ગિરીશ પ્રજાપતિ વોકિંગમાં નીકળ્યા હતા. નેવી કર્મચારી અને તેના મિત્રને બાઈક પર આવેલા બે લોકોએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી અને માસ્ક તેના નાકથી નીચેના ભાગે હોવાથી માસ્ક કેમ પહેર્યું નથી ચાલો પોલીસ સ્ટેશન કહી કોલર પકડી તેમની બાઈક પર બેસવા માટે કહ્યું હતું. બાદમાં નેવી કર્મચારીઓએ પોલીસનો આઈકાર્ડ માંગતા તેમને લાફો મારી ભાગી ગયા હતા.
પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી
કૃણાલે પોતે નેવીમાં નોકરી કરતો હોવાની ઓળખાણ આપતા નકલી પોલીસે તેને લાફો માર્યો હતો. સમગ્ર ઘટના અંગે અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે બાઈકની નંબર પ્લેટના આધારે તપાસ શરૂ કરી છે.