ETV Bharat / state

બિહારથી ભાગીને સુરત આવેલા સગીરનું 80 દિવસ બાદ પિતા જોડે પુનર્મિલન - latest news in surat

સામાન્ય બાબતમાં થયેલા ઝઘડાને કારણે બિહારથી અમદાવાદ થઈને સુરત આવી પહોંચેલા સગીરનું સામાજિક સંસ્થાના કાર્યકરો દ્વારા પિતા સાથે પુનર્મિલન કરાવવામાં આવ્યું છે. લોકડાઉન પહેલા તે ઘરેથી ભાગ્યો હતો અને લોકડાઉનને કારણે ટ્રેન બંધ થતા શાકભાજીની ટ્રકમાં સુરત આવી પહોંચ્યો હતો.

SURAT
સુરત
author img

By

Published : Jun 7, 2020, 9:28 AM IST

સુરત: લોકડાઉન પહેલા મોટાભાઈ સાથે નજીવી બાબતમાં ઝઘડો કરીને બિહારથી ઘર છોડીને નીકળેલા 14 વર્ષના શ્યામનું (નામ બદલ્યું છે) સુરતના સામાજીક કાર્યકરે પિતા સાથે પુનર્મિલન કરાવ્યું છે. 18 માર્ચ 2019ના રોજ શ્યામ અમુક રૂપિયા લઈને ઘરેથી ભાગી ગયો હતો. સૌ પ્રથમ તે ટ્રેન મારફતે અમદાવાદ પહોંચ્યો હતો. જોકે, ત્યારબાદ સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર થતા જાહેર વાહન વ્યવહાર બંધ થતા તે અમદાવાદ શાકભાજી માર્કેટથી શાકભાજીની એક ટ્રકમાં પાલ ગૌરવપથ પાસે આવી પહોંચ્યો હતો. જ્યાં એસએમસી આવાસમાં રહેતી શાકભાજી વેચતી એક મહિલા તેને પોતાની સાથે લઈ ગઈ હતી. જોકે લોકડાઉન-2ની જાહેરાત થતા તેણે શ્યામને જમાડવાના પૈસા નથી, એમ કહીને તેના ઘરની બહાર કાઢી મુક્યો હતો. શ્યામ નિરાધાર બનતા તેણે રોડ ઉપર આશરો લેવો પડ્યો હતો.

બિહારથી ભાગીને સુરત આવેલા સગીરનું 80 દિવસ બાદ પિતા જોડે પુનર્મિલન
જોકે, એફએફડબ્લ્યુસીના સભ્ય મંજુલાબેન ફૂડ પેકેટનું વિતરણ કરવા ગયા હતા, એ સમયે તેમની નજર આ બાળક પડી હતી. 14એપ્રિલે બાળકે રડતા રડતા સમગ્ર હકીકત મંજુલાબેનને જણાવી હતી. ત્યારબાદ મંજુલાબેન તેમજ પિયુષભાઈ દ્વારા અડાજણ પોલીસ સ્ટેશનના પીઆઈનો સંપર્ક કર્યો હતો. બાળકે બિહારના વતની અને ગામનું નામ કહેતા ક્રોસ વેરિફિકેશન કરાયું હતું. એફએફડબ્લ્યુસીના પિયુષભાઈ દ્વારા ત્યાંના સ્થાનિક ધારાસભ્ય અને સરપંચનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ સમગ્ર હકીકત સાચી હોવાનું જણાયું હતું. બાળકની પિતા સાથે વિડીયો કોનફરન્સથી વાત પણ કરાવાઈ હતી. જેને પગલે શ્યામના પિતા તેને લેવા માટે આવી શક્યા નહોતા .જેથી 5 મે સુધી શ્યામને કતારગામ ખાતે આવેલા બાળગૃહમાં રાખવામાં આવ્યો હતો. જોકે, ગતરોજ શ્યામના પિતા તેને લેવા માટે સુરત આવી પહોંચ્યા હતા. લગભગ 80 દિવસ બાદ પિતા-પુત્ર એકબીજાને જોઈ શક્યા હતા.મંજુલાબેને જણાવ્યુ હતું કે, બાળકનો કોરોના રિપોર્ટ પણ કરાવવામાં આવ્યો હતો જે નેગેટિવ આવ્યો હતો. 16મી એપ્રિલના રોજ બાળકના પિતા સાથે તેની પ્રથમ વખત વિડીયો કોન્ફરન્સ પર વાત કરીને પણ તેમના પિતાની ખાતરી કરવામાં આવી હતી. શ્યામ ખૂબ ડરેલો હોવાથી ઘરેથી લઈને નીકળેલા રૂપિયા અંગે તેણે સ્પષ્ટ વાત કરી નથી.શ્યામના પિતાએ જણાવ્યું હતું કે, હું બિહારમાં મજૂરીકામ કરું છું. ભણવાના વિષયને લઈને શ્યામે ઘરમાં ઝઘડો કર્યો હતો અને ઘરેથી નીકળી ગયો હતો. તે ઓછું બોલે છે પરંતુ તેને ગુસ્સો જલદી આવે છે. લોકડાઉનમાં તેણે આવું પગલું ભરતા હું તથા મારો સમગ્ર પરિવાર શ્યામને લઈને ખૂબ જ ચિંતિત હતા. જોકે, શ્યામને પણ તેની ભૂલનો અહેસાસ થતાં તેણે માફી માંગી હતી. તેમણે કહ્યું કે એફએફડબ્લ્યુસી સંસ્થાના કાર્યકરોને કારણે આજે મારો પુત્ર મને પાછો મળ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.