- વડોદ ગામમાંથી દિવાળીની રાત્રે ઘર આંગણે રમતી બાળકી ગુમ
- અઢી વર્ષની બાળકી રહસ્યમય રીતે ગુમ
- પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી
સુરત: શહેરના પાંડેસરા (Pandesara) વિસ્તારમાં અઢી વર્ષની બાળકી ગુમ (Missing girl) થઈ ગઈ છે. આ બાળકીને શોધવા માટે પાંડેસરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ કામે લાગી ગયો હતો. આ વાતની જાણકારી ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચતાં ઉચ્ચ અધિકારીઓ DCB, PCB સહિતની ટિમો બાળકીને શોધવામાં વાગ્યા છે પરંતુ હજુ સુધી કોઈપણ પ્રકારની ભાળ મળી આવી નથી. કુલ 100થી વધુ પોલીસ કર્મીઓના બાળકીને શોધવામાં લાગ્યા છે. તો અમુક ટેક્નિકલ ટીમો દ્વારા ઘરના આજુબાજુ વિસ્તારમાં આવેલા CCTV કેમેરામાં પણ તપાસ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: ગુજરાત પોલીસ કર્મચારીઓ માટે સારા સમાચાર, રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા 8,638 મકાનો થઇ રહ્યા છે તૈયાર
DCB, PCB સહિતની ટીમોને પણ કામે લગાવાયા
બાળકી તપાસ કરતા અધિકારી દ્વારા એમ કહેવામાં આવ્યું કે, અમે બાળકીને શોધવા માટે કુલ 10 ટીમો બનાવી છે. પિતા મિલમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને મૂળ બિહારના વતની છે. પરિવારમાં બે દીકરીઓ છે તેમાં આ સૌથી મોટી દીકરી છે. ઘરની આજુબાજુ આવેલી ઝાડી ઝાંખવામાં પણ જઈને તપાસ કરી પણ હાલ તો અમારી સાથે PCB, DCBની ટિમો પણ કામે લાગી ગઈ છે. નાની બાળકી (Missing girl) નો ફોટો લઈને અમે ગલી- ગલીમાં ફરી રહ્યા છે. અમારી સાથે લોકો પણ આ બાળકીને શોધવામાં મદદ કરે. જો બાળકી વિશે કોઈ પણ પ્રકારની જાણકારી મળે તો સંપર્ક કરવો.
આ પણ વાંચો: ગાંધીનગર ખાત્રજની ફાર્મા કંપનીમાં ગેસ ગળતરથી 5 મજૂરોના મોત