સુરત : કોરોના વાઇરસને લઈને ભારત લોકડાઉન છે. સુરતમાં ખૂણે ખૂણે પોલીસનો બંદોબસ્ત છે. તેમ છતાં સુરતમાં એક 4 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. જો કે આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે અને તેને કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડ પણ મેળવી લીધા છે. પોલીસે જણાવ્યું છે કે, આરોપી અગાઉ પણ અન્ય દુષ્કર્મના કેસમાં પકડાઈ ચૂક્યો છે.
સુરતના અશ્વની કુમાર રોડ પરથી એક શ્રમજીવી બાળકીને એક નરાધમ અપહરણ કરી લઈ ગયો હતો અને તેણી પર દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાને લઈને સમગ્ર સુરતમાં ચકચાર મચી જવા પામી હતી.
લોકડાઉન વચ્ચે આ ઘટના બનતા પોલીસ પણ દોડતી થઇ ગયી હતી. કતારગામ પોલીસ, ક્રાઈમ બ્રાંચ, અને એસ.ઓ.જી.નો સ્ટાફ દોડતો થઇ ગયો હતો અને આસપાસના સીસીટીવી ફૂટેજ તપસ્યા હતા અને ગણતરીના કલાકોમાં આરોપીને સીસીટીવીના આધારે કાપોદ્રા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો.
આરોપીની કતારગામ પોલીસે ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કર્યો હતો જ્યાં કોર્ટ 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપીના માતા-પિતા કોલકત્તા ખાતે રહે છે .
આરોપીએ અગાઉ હુગલી ગામ ખાતે પણ દુષ્કર્મ આચર્યું હોવાની પ્રાથમિક માહિતી પણ સુરત પોલીસને મળી હતી. પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.