- શુક્રવારે 12 વાગ્યાની આસપાસ અચાનક જ સુકા ઘાસમાં આગ
- પેહલા સુકા ઘાસને આગ બાદ ગાડીમાં લાગી આગ
- ફાયર વિભાગે ઘટના સ્થળે આવીને આગને કાબૂમાં લીધી
સુરત : કતારગામ ઝોન પાસે આવેલા ટેર્નામેન્ટના પાર્કિંગમાં ગઇકાલે શુક્રવારે 12 વાગ્યાની આસપાસ અચાનક જ સુકા ઘાસમાં આગ લાગી હતી. ત્યારબાદ આગ ધીરે-ધીરે ત્યાં પડી રહેલી કાર GJ5RK7888 i20માં પણ લાગી ગઈ હતી. તે જોતા લોકોમાં દોડધામ મચી ગઇ હતી. જોકે, સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગ તરત ઘટના સ્થળે આવીને આગને કાબૂમાં લીધી હતી. જોકે, આ આગમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઇ ન હતી.

આ પણ વાંચો : સુરતના વરાછામાં દારૂ ભરેલી ગાડીમાં લાગી આગ
આગ લગાડવામાં આવી કે લાગી ગઈ તે બહાર આવ્યું નથી
બપોરે અચાનક જ ઘાસમાં આગ લાગી હતી અથવા કોઈ કારણ સર ઘાસ સળગી ઉઠી કે કોઈ એ આગ લગાવી હતી તેની જાણ નથી. ત્યારબાદ ઘાસ સુકું હોવાથી ખુબ જ ઝડપથી આગ ફેલાવા માંડી હતી. જોત-જોતાની સાથે આગ પાર્કિંગમાં મુકેલી ગાડી નંબર GJ5RK7888 i20માં આગ લાગી ગઈ હતી. જોકે ગાડી ઘણા સમયથી અહીંજ મૂકી રાખી હતી. પરંતું હજી સુધી આગ લગાડવામાં આવી કે લાગી ગઈ તે બહાર આવ્યું નથી.