ETV Bharat / state

સુરતમાં ચાલતી ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠી

સુરતના સચિન GIDC વિસ્તારમાં એક ચાલતી ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ટ્રકમાં આગ લાગતા જ ડ્રાઈવર ટ્રકની બહાર નીકળી ગયો હતો અને થોડીક જ વારમાં ટ્રક સંપૂર્ણ બળીને ખાખ થઇ ગયો હતો. આ ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી હતી.

સુરતમાં ચાલતી ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠી
સુરતમાં ચાલતી ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠી
author img

By

Published : May 26, 2021, 2:27 PM IST

  • GIDC સ્થિત રોડ નં.-3 નજીક એક દોડતી ટ્રકમાં અચાનક આગ લાગી
  • ડ્રાઈવર રોડની સાઈડ પર પાર્ક કરીને ટ્રકની નીચે ઉતરી ગયો
  • આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઇ ન હતી

સુરત : સુરતના સચિન GIDC સ્થિત રોડ નં.-3 નજીક એક દોડતી ટ્રકમાં અચાનક આગ લાગી હતી. ટ્રકમાં આગ લાગતા જ અફરાતફરી મચી જવા પામી હતી. તો બીજી તરફ ટ્રકમાંથી ધુમાડા નીકળતા જ ડ્રાઈવર ટ્રકને રોડની સાઈડ પર પાર્ક કરીને ટ્રકની નીચે ઉતરી ગયો હતો. જેથી તેનો બચાવ થયો હતો અને થોડીક જ વારમાં ટ્રક સંપૂર્ણ બળીને ખાખ થઇ ગયો હતો.
આ પણ વાંચો : રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાગી આગ, કોઈ જાનહાની નહિ
સ્થાનિકોએ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો
ટ્રકમાં આગ લાગતા જ ડ્રાઈવર ટ્રકની નીચે ઉતરી ગયો હતો. અને તેનો બચાવ થયો હતો. પરંતુ ટ્રકમાં આગ લાગતા જ સ્થાનિકો ત્યાં એકઠા થઇ ગયા હતા. સમગ્ર મામલે ફાયર વિભાગને જાણ કરી હતી. આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ભારે જહેમત પછી ટ્રકમાં લાગેલી આગ પર કાબૂ મેળવાયો હતો. પરંતુ ત્યાં સુધી ટ્રક બળીને ખાખ થઇ ગયો હતો. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઇ ન હતી.

સુરતમાં ચાલતી ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠી

આ પણ વાંચો : સુરતના ખટોદરા વિસ્તારની થર્મોકોલની કંપનીમાં લાગી ભીષણ આગ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.