- હોસ્પિટલમાં ACમાં શોર્ટ સર્કિટના કારણે નોન કોવિડ વોર્ડમાં આગ લાગી
- ફાયર વિભાગને જાણ થતા ફાયર વિભાગની ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
- હોસ્પિટલમાં ફાયર સેફ્ટી અને NOC બાબતે તપાસ કરવામાં આવી રહીસુરતની મેટાસ એડવાન્સ હોસ્પિટલ આગ
સુરત : શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલી મેટાસ એડવાન્સ હોસ્પિટલમાં મોડી રાત્રે નોન કોવિડ વોર્ડમાં ACમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી ગઈ હતી. જોકે, વોર્ડના કર્મચારીઓ દ્વારા વોર્ડમાં સારવાર લઈ રહેલા બે દર્દીઓને તાત્કાલિક બીજા રૂમમાં ખસેડવામાં આવ્યા હતા. ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લીધી હતી. જોકે, આ આગમાં કોઈ પ્રકારની જાનહાનિ થઈ ન હતી.
![સુરતની મેટાસ એડવાન્સ હોસ્પિટલ આગ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-sur-hospital-fire-gj10058_11052021093305_1105f_1620705785_195.jpg)
આ પણ વાંચો : સુરતની સિવિલ હોસ્પિટલમાં બનાવવામાં આવેલી કોવિડ હોસ્પિટલમાં ફાયર વિભાગે મોકડ્રીલ યોજી
ફાયર વિભાગની ચાર ગાડીઓ હોસ્પિટલમાં પહોંચી આગને કાબૂમાં લીધી
આ આગ બાબતે મેટાસ એડવાન્સ હોસ્પિટલ દ્વારા એમ કહેવામાં આવ્યું કે, અમારે ત્યાં હાલ બે વોર્ડ બનાવવામાં આવ્યા છે. જેમાં કોવિડ વોર્ડ અને નોન કોવીડ વોર્ડ એમાં નોન કોવિડ વોર્ડમાં ACમાં અચાનક આગ લાગતા તે વોર્ડના બે દર્દીઓને બીજા રૂમમાં ખસેડવામાં આવ્યા હતા અને તરત જ ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગની ચાર ગાડીઓ હોસ્પિટલમાં પહોંચી આગને કાબૂમાં લીધી હતી. જોકે, ફાયર વિભાગ દ્વારા સમયસૂચકતાને કારણે આગને કાબુમાં લીધી ન હોત તો મોટી જાનહાનિ થઈ હોત.
![સુરતની મેટાસ એડવાન્સ હોસ્પિટલ આગ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-sur-hospital-fire-gj10058_11052021093305_1105f_1620705785_766.jpg)