- જેસીબી મશીનથી જ હલકો જ ખરોચ લગતા ગેસની પાઈપલાઈન ફાટી હતી
- આ આગમાં કોઇ પ્રકારની જાનહાની થઈ નથી
- ફાયર વિભાગના કાફલાએ ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં કરી હતી
સુરતઃ નાનપુરા વિસ્તારમાં ચાલી રહેલા ગટર લાઈનના કામ સમયે શુક્રવારે બપોરે દોઢેક વાગ્યે ગેસની પાઇપલાઇન પર જેસીબી મશીન દ્વારા જ હલકો જ ખરોચ લગતા પાઈપલાઈન ફાટી હતી. જે જોતાની સાથે ત્યાંના કર્મચારીઓ દ્વારા ગુજરાત ગેસ કંપનીના માણસોને બોલાવવામાં આવ્યા હતા. ગુજરાત ગેસ કંપનીના માણસોએ તરત આવીને પાઇપ લાઇનને લોક મારવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે લોક માર્યા બાદ ફરીથી ધડાકા સાથે પાઇપ ફાટીને આગ લાગી હતી. આગ લાગવાની સાથે તરત ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગના કાફલાએ ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં કરી હતી. જોકે આ આગમાં કોઇ પ્રકારની જાનહાની થઈ નથી.
આ પણ વાંચોઃ મોરબીના GIDCમાં ગેસની લાઈનમાં આગ લાગી, ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો
સમગ્ર વિસ્તારમાં ગેસ પુરવઠો બંધ કરવામાં આવ્યો છે
સુરતના નાનપુરા વિસ્તારમાં ગટર લાઈનનું કામ ચાલી રહ્યું હતું, ત્યારે જ જેસીબી મશીનથી જ ગેસ લાઇન પર હલકો ખરોચ લગતા પાઇપલાઇન ફાટી હતી અને સમગ્ર વિસ્તારમાં ગેસ ફેલાયો હતો. ત્યાના જ માણસો દ્વારા ગુજરાત ગેસ કંપનીના માણસોને ફોન કરી બોલાવવામાં આવ્યા હતા. તે વખતે ગુજરાત ગેસ કંપનીના માણસો દ્વારા પાઈપ લાઈને લોક માર્યું, પરંતુ લોક મારતાની સાથે જ પાઇપ ધડાકાભેર ફાટતા આગ લાગી હતી. આગ લાગવાની સાથે જ ગુજરાત ગેસ કંપની દ્વારા સમગ્ર વિસ્તારમાં ગેસ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. જેથી અન્ય જગ્યાએ ગેસના ફેલાવાને કારણે આગ ન લાગે.
આ પણ વાંચોઃ સાવલી પોઈચા રોડ પર ભંડારી પાવરલાઈન કંપનીમાં લાગી આગ
ફાયર વિભાગના 2 સ્ટેશનની ગાડી ઘટના સ્થળે પહોંચી
ગેસની પાઇપલાઇનમાં આગ લાગતાં જ ફાયર વિભાગની મુગલીસરા મેઇન ઓફિસથી 1 ગાડી અને નવસારી બજાર ફાયર સ્ટેશનથી 2 ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ પર પાણીનો છંટકાવ કરી આગને કાબુમાં લીધી હતી. જોકે આ આગમાં કોઇ પ્રકારની જાનહાનિ થઈ નથી અને હાલ ગુજરાત ગેસ કંપનીના માણસો દ્વારા સમગ્ર વિસ્તારમાં ગેસ પુરવઠો બંધ કરીને ગેસ પાઇપલાઇનનું રીપેરીંગ કામ ચાલુ કરવામાં આવ્યું છે. હાલ થોડા સમય માટે ગટરલાઇનનું કામ પણ બંધ કરવામાં આવ્યું છે.