સુરતઃ શહેરમાં દિવસેને દિવસે અકસ્માતની સંખ્યા વધી રહી છે. તેવામાં ફરી એકવાર અકસ્માતના કારણે વેપારીનું મોત થયું હતું. અહીં ડીંડોલી વિસ્તારમાં મોપેડ ડિવાઈડર સાથે અથડાતા કાપડના વેપારીનું કરૂણ મોત નીપજ્યું હતું. મોપેડ પર કાપડના વેપારી પોતાના મિત્ર સાથે જઈ રહ્યા હતા. અકસ્માત નડતા વેપારીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે બીજા યુવકને ગંભીર ઈજા પહોંચી હતી, જેથી તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માત અંગે માહિતી મળતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચોઃ Vadodara Accident : એક્સપ્રેસ વે પર ચાર વાહનોનો અકસ્માત બસ ટ્રક લટકી રહ્યા, પાંચ ઈજાગ્રસ્ત
24 કલાકમાં 3 અકસ્માતઃ શહેરમાં 24 કલાકમાં ત્રણ અકસ્માતની ઘટના બની છે. આ 2 અકસ્માતની ઘટનામાં 2 લોકોનું કરૂણ મોત પણ નીપજ્યું હતું, જેમાંથી એક સુરતના ડીંડોલી વિસ્તારમાં સામે આવી છે. ગોડાદરાથી ડીંડોલી તરફ આવતા બ્રિજ ઉતરતી વેળાએ મોપેડ પર જઈ રહેલા 2 લોકોને અકસ્માત નડ્યો હતો. ચાલકે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવતા મોપેડ ડિવાઈડર સાથે અથડાઈ હતી. ત્યારે 2 યુવાનો પૈકી એકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય એક યુવકને ગંભીર ઈજા થતા તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. મૃતકનો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. જ્યારે તેઓ સંતાનમાં એક પુત્ર હોવાનું સામે આવ્યું હતું.
આ પણ વાંચોઃ Vadodara Fire Accident: કોયલી ગ્રામ પંચાયતની કચેરીમાં ભીષણ આગ
મૂળ બિહારનો વતનીઃ ડીંડોલી પોલીસ મથકના પીએસઓ રાકેશ ભાઈએ જણાવ્યું હતું કે મૃતક યુવકનું નામ શશીકાંત રામજીભાઈ પાંડે અને તે મૂળ બિહારનો વતની છે. મારનાર સુરતના ડીંડોલી વિસ્તારમાં આજે રહેતો હતો એટલું જ નહીં તે કાપડના વેપાર સાથે સંકળાયેલો હતો. ઈજાગ્રસ્ત યુવકનું નામ ઉમાંકાત ઉપધાય્ય છે. અકસ્માતની આ ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. અકસ્માતની ઘટના કઈ રીતે બને તે અંગેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે પ્રાથમિક તપાસના જાણવા મળ્યું છે કે ડિવાઇડર સાથે મોપેટ અથડાતા અકસ્માત સર્જાયું હતું
અન્ય ઘટનામાં પતિનું મોત અને પત્ની ઈજાગ્રસ્તઃ શહેરમાં 24 કલાકમાં ત્રણ અકસ્માતની ઘટના બની હતી. ડીંડોલી ઉપરાંત સુરત જૂની RTO પાસે ઈકો કારે અકસ્માત સર્જ્યો હતો. બેફામ ઈકોચાલાકે મોપેડસવાર દંપતિને ટક્કર મારી હતી. આ ઘટનામાં પતિનું મોત થયું હતું. જ્યારે પત્ની ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. જોકે, ઈકોચાલાક ડ્રાઈવર કાર મૂકી ફરાર થયો હતો. અન્ય ઈકોમાં બેસેલા લોકોને સ્થાનિકોએ પકડી પાડ્યા હતા. સ્થાનિકોના મતે કારમાં બેસેલા તમામ લોકો નશાની હાલતમાં હતા.