ETV Bharat / state

20 દિવસનું બાળક 7 દિવસની સારવાર બાદ થયું કોરોના મુક્ત - તબીબોએ લીધો રાહતનો શ્વાસ

છેલ્લા એક વર્ષથી દેશમાં કોરોનાના કહેર વચ્ચે કોરોનાની બીજી લહેર અને નવા સ્ટ્રેઈનમાં યુવાનો, કિશોરોથી લઈને નાના બાળકો પણ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે, ત્યારે સુરત સિવિલ હોસ્પિટલના પિડીયાટ્રિક્ટ વિભાગે માત્ર 20 દિવસના નવજાત બાળકને 7 દિવસની સારવાર બાદ પોઝિટિવથી નેગેટિવ કર્યું છે. કોરોનાને હરાવનાર નાનકડા નાજુક બાળ કોરોના વોરિયરનો કોવિડ વોર્ડમાં કિલકિલાટ ગુંજતા પરિવાર અને બાળવિભાગનો સ્ટાફની ખુશી સમાતી ન હતી.

20 દિવસનું બાળક 7 દિવસની સારવાર બાદ થયું કોરોના મુક્ત

author img

By

Published : Apr 28, 2021, 6:26 AM IST

  • 10 દિવસના બાળક થયું હતું કોરોના પોઝિટિવ
  • 7 દિવસમાં બાળક થયુ કોરોના મુક્ત
  • પરિવાર તથા તબીબોએ લીધો રાહતનો શ્વાસ

સુરત: વરાછાના પુણા ગામ વિસ્તારમાં રહેતું દંપત્તિ બાળકીના જન્મ પછી 10 દિવસ બાદ બાળકને ફરી હોસ્પિટલમાં તપાસ માટે લઈ ગયા, જ્યાં 10 દિવસના બાળકનો રેપિડ એન્ટિજન ટેસ્ટ અને RT-PCR ટેસ્ટ કરતા બંન્ને રિપોર્ટ પોઝિટિવ આવ્યા. જેથી સારવાર માટે વરાછાની પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરાયું હતું, જ્યાં તેને ઓક્સિજન પર રાખવામાં આવ્યું પરંતુ સાધારણ આર્થિક સ્થિતિ ધરાવતાં પટોળીયાને પ્રાઈવેટ હોસ્પિટલનો ખર્ચ પરવડે તેમ ન હોવાથી તા.13મીએ તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં બાળકને શિફ્ટ કર્યું હતું.

વધુ વાંચો: ડાંગ જિલ્લામાં કોરોનાના નવા 16 કેસ નોંધાયા, 1 વ્યક્તિનું મોત

માત્ર 13 દિવસના બાળકની કોરોનાની સારવાર કરવી પણ મુશ્કેલ

ત્યારબાદનો ઘટનાક્રમ વર્ણવતાં બાળરોગ વિભાગના આસિ.પ્રોફેસર ડૉ.અપૂર્વ શાહે જણાવ્યું હતું કે, છેલ્લા એક મહિનામાં 34 સગર્ભા મહિલાઓની ડિલવરી કરવામાં આવી જેમાં હાલ સુધીમાં એક પણ બાળક પોઝિટિવ આવ્યું ન હતું, તે બાબતની ઘણી ખુશી છે પણ ગત તા.13 એપ્રિલના રોજ ખાનગી હોસ્પિટલથી નવી સિવિલ પ્રસુતાના કોરોના પોઝિટિવ બાળકને પિડીયાટ્રિક વિભાગના એન.આઈ.સી.યુ.વોર્ડમાં દાખલ કરવામાં આવ્યું, ત્યારે તેનું CRP અને ડી-ડાયમર લેવલ પણ વધી ગયું હતું. માત્ર 13 દિવસના બાળકની કોરોનાની સારવાર કરવી પણ ઘણું મુશ્કેલ હોય છે. શરૂઆતમાં એન્ટિબાયોટીક આપીને સારવાર શરૂ કરી હતી. તબીબી ટીમે બાળકની સાથે માતાની પણ એટલી જ કાળજી રાખી, કેમ કે બાળક પોઝિટિવ હતું અને માતા નેગેટિવ પરંતુ આખરે 7 દિવસની સારવારમાં બાળકને સંપૂર્ણપણે કોરોનામુક્ત કરવામાં સફળતા મળી છે. માતા બાળક ડિસ્ચાર્જ થઈને ઘરે પરત ફરતાં એમના પરિવારને જેટલી ખુશી છે, એમનાથી અધિક ખુશી તબીબી સ્ટાફને છે.

વધુ વાંચો: બાળકો સામે કોરોના ઝૂક્યો, સુરતના બાળ યોદ્ધાઓએ કોવિડને આપી માત

તબીબ અને નર્સિંગ સ્ટાફની ટીમે પરિવારના મુખ પર હાસ્ય રેલાવ્યું

વિભાગીય વડા અને પ્રોફેસર ડૉ.વિજય શાહના માર્ગદર્શન હેઠળ પિડીયાટ્રિક વિભાગના એસો.પ્રોફેસર ડૉ.પન્નાબેન બલસારા અને આસિ.પ્રોફેસર ડૉ. સુધીર ચૌધરી સહિતની તબીબો અને નર્સિંગ સ્ટાફની ટીમે પરિવારના મુખ પર હાસ્ય રેલાવ્યું છે. આમ,કોરોનાની મહામારીના કઠિન સમયમાં પણ સતત ફરજ નિભાવી રહેલા સિવિલના તબીબોએ ફરી એકવાર નવજાત બાળકને 7 દિવસની સારવારમાં જ કોરોનામુક્ત કરી નવજીવન આપ્યું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.