- સુરતમાં નોટબંધી સમયે કરોડોનું મની લોન્ડરિંગ કોભાંડ
- પૂર્વ ઇન્કમટેક્સ અધિકારીએ પીએમ અને નાણા પ્રધાનને ટવીટ કરી તપાસ કરવા માંગ કરી
- ભાજપના આ નેતાના ટવીટથી સુરતમાં ખળભળાટ
- ઘોડદોડ રોડ પરના જવેલર્સ પર કૌભાંડ આચરવાનો આક્ષેપ
સુરત: નોટબંધી સમયે સોનાના વેચાણના નામે મોટું કૌભાંડ થયાનો આક્ષેપ ભાજપના અગ્રણી પી.વી.એસ શર્માએ લગાવ્યો છે. આ મામલે તેમણે પીએમ મોદી અને નાણાપ્રધાનને ટવીટ કર્યું છે. તેમજ આ મામલે ઇડી અને સીબીઆઈ મારફત તપાસ કરવા માંગ કરી છે. શર્મા પૂર્વ ઇન્કમટેક્સ અધિકારી પણ છે.
નોટબંધી સમયે સોના વેચાણના નામે મોટું કોભાંડ, ભાજપના અગ્રણી પી.વી.એસ શર્માએ લગાવ્યો આક્ષેપ પીએમ મોદી અને નાણા પ્રધાનને કર્યુ ટવીટનોટબંધી સમયે કાળા નાણાને વ્હાઈટ કરવાનો મસમોટો ખેલ રમાયો હતો. જેમાં સુરતમાં મસમોટું કૌભાંડ થયાનું સામે આવી રહ્યું છે. ભાજપના અગ્રણી પી.વી.એસ શર્માએ આ મામલે પીએમ મોદી અને નાણા પ્રધાનને ટવીટ કર્યું છે. તેમણે આ મામલે ઇડી અને CBI મારફત તપાસ કરવા માંગ કરી છે. ઘોડદોડ રોડ પરના જવેલર્સે પર 110 કરોડ રૂપિયા ડિપોઝિટ કરી 33 ટકા ટેક્સ ભરવાને બદલે માત્ર 80 લાખ ટેક્સ ભરવાની અરજી કરવામાં આવી હતી. આશ્ચર્યજનક રીતે તેની આ અપીલ અરજી સ્વીકારી લેવામાં આવતાં મોટા ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરાઈ છે. પેન્ટલટી સાથે 167 કરોડ રકમ ભરવાની થાય તેવો દાવો પણ પોસ્ટમાં કરવામાં આવ્યો છે.
પી.વી.એસ શર્માએ પીએમ મોદી અને નાણાંપ્રધાનને ટવીટ કર્યું આઇસીડીએસની સ્કીમને નિષ્ફળ કરવા પ્રયાસપી.વી.એસ શર્માએ જણાવ્યું હતું કે. આઇસીડીએસની સ્કીમને નિષ્ફળ કરવા ચારથી પાંચ જેટલા જ્વેલર્સ અને અધિકારીઓનો પ્રયાસ કરાયો. મારો કૌભાંડીઓને ઉજાગર કરવા પ્રયાસ છે. 2016 - 2017 એસેસમેન્ટ હાલ ફાઇનલ થઈ રહ્યુ છે, જે બાદ બધું કૌભાંડ બહાર આવશે. આ મામલે ચોક્કસથી ઇન્કવાયરી થશે. એનસીપી નેતાનો પુત્ર પણ આ કૌભાંડમાં સામેલ છે. આ સાથે અધિકારીઓ અને ચાર્ટડ એકાઉન્ટના નામ પણ મારી પાસે છે. જે એકબાદ એક ઉજાગર કરીશ. તમામ ડોક્યુમેન્ટ્સ મારી પાસે છે, જે એક એક કરી જાહેર કરીશ.
પી.વી.એસ શર્માએ પીએમ મોદી અને નાણાંપ્રધાનને ટવીટ કર્યું 167 કરોડ થવી જોઈએ તેની સામે માત્ર 80 લાખમાં સેટલમેન્ટ ટેક્સ એન પેનલટી સાથે રકમ 167 કરોડ થવી જોઈએ. તેની સામે માત્ર 80 લાખમાં સેટલમેન્ટ થવા જઈ રહ્યું હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. ભાજપના આ નેતાના ટવીટથી સુરતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. શું આ મામલે હવે ઊંડાણપૂર્વક તપાસ થશે કે, કેમ તે પણ એક મોટો સવાલ છે.