સુરત: શહેરના ચોર્યાસી તાલુકા ખાતે આવેલા સચિન વિસ્તારમાં પાલનપુર ગામના રહેવાસી નિકુલ દેસાઈનું શેરડીનું ખેતર છે. આ ખેતરમાં રાકેશભાઈ નામના મજુર કામ કરી રહ્યા હતા તે વખતે તેઓએ મહાકાય અજગર જોયો હતો. આ અંગેની જાણ ગામના લોકોને કરી હતી. ગામના લોકો એકત્ર થઈ ગયા હતા. અજગર જોઈ ભાઈનો માહોલ સર્જાયો હતો. જેથી તરત જ ગામના લોકોએ ફ્રેન્ડસ ઓફ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટ સચિન સંસ્થાને સંપર્ક સાધ્યો હતો. અજગર ને જોવા માટે લોકોની ભીડ એકત્ર થઈ ગઈ હતી. અજગર ની લંબાઈ 9.8 ફૂટ હતી જ્યારે વજન 18.30 કિલોગ્રામ હતું.
"શહેરમાં પ્રથમવાર અજગર જોવા મળ્યો છે. કદાચ ભારે વરસાદના કારણે તે પાણીની વહેણ સાથે આ વિસ્તારમાં આવી ગયો હશે. એ લોકોને જાણકારી આપી છે કે તેઓ ભવિષ્યમાં જો અજગર જોવા મળે તો જાતે પકડવાનું પ્રયત્ન ન કરે. અનેકવાર જોવા મળે છે કે સાપ કે અઝગરને પોતાના વિસ્તારમાં જોઈ લોકો ઝેરી સમજી મારી નાખતા હોય છે જો કે ખરેખર અઝગર બિનઝેરી હોય છે. તેથી તેઓ વન વિભાગ અથવા તો ફ્રેન્ડસ ઓફ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટની ટીમને આવી પરિસ્થિતિમાં કોલ કરી શકે છે-- સમીર સિદ્ધિકી (સંસ્થાના પ્રમુખ)
અજગરને જંગલમાં મૂકવામાં આવ્યો: ફ્રેન્ડસ ઓફ એનિમલ વેલફેર ટ્રસ્ટ સચિનના પ્રમુખ સમીર સિદ્દીકી ના ટીમના સભ્યો મહીપાલ, કાનો, સ્નેહલ, નિર્મલ, કીર્તન, પિયુષ ઘટનાની જાણ થતાં જ સ્થળે પહોંચી ગયા હતા અને ભારે જહમત બાદ તેઓએ મહાકાય અજગર ને સહી સલામત બચાવ કરી લીધો હતો. અજગર અંગેની જાણ ગામના લોકોને થતા આજે મોટી સંખ્યામાં ગામના લોકો ભેગા થઈ ગયા હતા. ત્યારબાદ વન વિભાગના આરએફઓને આ અંગે જાણકારી આપવામાં આવી હતી વન વિભાગના કર્મચારીઓ અને ફ્રેન્ડસ ઓફ એનિમલ વેલ્ફ એડ્રેસ ની ટીમ મળી અજગરને જંગલમાં મૂકવામાં આવ્યો હતો.