ચાર વર્ષની માસૂમ બાળકી પિતા સાથે રામલીલા જોવા ગઈ હતી. તે દરમિયાન નરાધમે બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યુ હતુ. ત્યારબાદ તેને ઘર નજીક મૂકી નાસી ગયો હતો. આ સમગ્ર ચકચારી ઘટનામાં આખરે ચોથા દિવસે સુરત પોલીસને આરોપીની ધરપકડ કરી હતી. CCTVમાં કેદ આરોપીના ફૂટેજના આધારે સુરત પોલીસે તેની ધરપકડ કરી હતી. આરોપી લુમ્સના કારખાનામાં કારીગર તરીકે કામ કરતો હતો.
પોલીસે આરોપીનો સ્કેચ પણ જાહેર કર્યો હતો અને 50 હજારનું ઇનામ પણ રાખ્યું હતું. આખરે પોલીસની મહેનત રંગ લાવી અને આરોપીની ઝડપાયો હતો. ત્યારબાદ પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
![સુરતમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર આરોપી ઝડપાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5432811_sur.jpg)