સુરત: સુરત શહેરમાં સતત આપઘાતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. આજરોજ ફરી પછી શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ તિરુપતિ સર્કલ પાસે 30 વર્ષીય યુવક જેઓએ ડમ્પર નીચે આવીને આપઘાત કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવાબ આપી હતી. ઘટનાની જાણ થતા જ પાંડેસરા પોલીસનો કાફલો ઘટના સ્થળે પોહચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે હજી સુધી મરણ જનાર યુવકની ઓળખ થઈ શકી નથી.
યુવકે ડમ્પર નીચે આવીને આપઘાત કર્યો: આ બાબતે ઘટના નજરે જોનાર પ્રદીપ કુમાર વર્મા જણાવ્યું કે, આ ઘટના સાવરે 10 વાગ્યે બની હતી. આ યુવક જેઓ પેહલા તો ઉભા હતા અને ત્યારબાદ જ ડમ્પર આવી રહ્યું હતું ત્યારે જ અચાનક તેના ડમ્પર નીચે કૂદી ગયો હતો અને આ જોઈને હું પણ ગભરાઈ ગયો હતો. આ જોઈ લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. આ ઘટના બનતા જ ડમ્પર ચાલક પણ ઉભો રહી ગયો હતો. જોકે તાત્કાલિક પોલીસને જાણ કરતી હતી જેથી પોલીસ આવીને તેમની કાર્યવાહી શરૂ કરી હતી.
'પોલીસ કંટ્રોલને જાણ કરતા અમે ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા. આ ઘટના પાંડેસરાના તિરુપતિ સર્કલથી અલ્થાણ જવા રોડ ઉપર થયું હતું. મારનાર યુવક 30 વર્ષનો હોય તેવું લાગી રહ્યું હતું. અચાનક દોડતો આવીને ડમ્પરના પાછળના વ્હિલની નીચે કુદી ગયો હતો. લોકોએ બૂમાબૂમ કરી ત્યારે આ ઘટનાથી અજાણ ડ્રાઇવરે ડમ્પર ઊભું રાખ્યું હતું. જેમાં યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. મૃતદેહને હાલ પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે.' -એન.ટી.પુરાણી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, પાંડેસરા પોલીસ સ્ટેશન
સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ: સમગ્ર આપઘાતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મારનાર યુવક દોડીને આવે છે અને ડમ્પરના પાછળના વ્હિલની નીચે કુદી આપઘાત કરે છે. હાલ મૃતદેહની ઓળખ થઇ નથી એટલે ઓળખ થયા બાદ પરિવારજનોને જાણ કરવામાં આવશે.