સુરતના ખટોદરા વિસ્તારની એક કરૂણ ઘટના ઘટી છે. બાથરૂમમાં રહેલા ટાંકામાં 2 વર્ષનું બાળક ડૂબી જતા તેનું મોત નિપજ્યું છે. બાળક રમતા રમતા 35 લીટરના ટાંકામાં જઇ પડયું હતું. જેથી, તેનુ મોત થયું હોવાનું પરિવારે કહ્યું હતું. આ બે વર્ષીય બાળકનું નામ યુનુસ પઠાણ હતું. બાળકના મોત બાદ પતિએ પરિવારજનો પર આરોપ લગાવ્યો છે કે બાળકનું મોત નહી હત્યા થઈ છે.
જાણવા મળી રહ્યું છે કે, ઘરમાં પતિ-પત્ની વચ્ચે પારિવારિક ઝઘડા થતાં હતાં. આ ઝઘડા બાદ પતિ પત્નીથી અલગ રહેતો હતો. સમગ્ર ઘટના અંગે ખટોદરા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. હાલ બાળકના મૃતદેહને સુરત સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડેલ છે.