- કોરાના વાઈરસના 84 પોઝિટિવ કેસ નોંધાયા
- કોરાના કેસનો આંક 31હજારને પાર
- સ્વસ્થ થયેલા દર્દીનો આક 30 હજાર નજીક
સુરત: ગ્રામ્યમાં આજે શુક્રવારે કોરાના કેસોમાં ધરખમ ઘટાડો થતા આરોગ્ય વિભાગએ રાહતનો શ્વાસ લીધો હતો. આજે ગ્રામ્યમાં ફક્ત કોરાના વાઈરસના 84 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે કોરાના વાઈરસના લીધે એકપણ દર્દીનું મોત થયું ન હતું. હાલ ગ્રામ્યમાં 1684 દર્દીઓ કોરાનાની સારવાર હોસ્પિટલમાં લઇ રહ્યા છે. જ્યારે આજે વધુ 68 દર્દીઓ સ્વસ્થ થતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
આ પણ વાંચો : ગાંધીનગરમાં કોરોના વેક્સિનના 15 સેન્ટર 5 દિવસ પછી ફરી શરૂ, રોજ 100 લોકોને અપાય છે વેક્સિન
28940 દર્દીઓએ કોરોનાને માટ આપી
આજે શુક્રવારે નોંધાયેલા કેસની તાલુકા દીઠ વાત કરીએ તો ચોર્યાસી 04, ઓલપાડ 20, કામરેજ 11, પલસાણા 07, બારડોલી 10, મહુવા 15, માંડવી 06, માંગરોળ 11, ઉમરપાડા 00 મળી ટોટલ 84 પોઝિટિવ કેસ નોંધાયા હતા. અત્યારે સુધી સુરત ગ્રામ્ય વિસ્તારમાં 31079 કોરાના કેસ નોંધાઇ ગયા છે અને મુત્યુઆંક 455 પર પહોંચી ગયો છે. જ્યારે સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા 28940 પર પહોંચી ગઈ છે.