ETV Bharat / state

Surat News: ડાંગર અને શેરડીના પાકને બચાવવા ઉકાઈ ડેમમાંથી 7000 ક્યુસેક પાણી છોડાયું - ડાંગર અને શેરડીના પાકને બચાવવા

સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી વરસાદ ખેંચાઇ જતાં ખેડૂતો મુશ્કેલમાં મુકાયા છે. સરકારે દક્ષિણ ગુજરાતમાં સુરત, ભરૂચ, તાપી, વલસાડ, નવસારીમાં શેરડી અને ડાંગરનો પાક બચાવવા ઉકાઈ ડેમમાંથી 7000 ક્યુસેક પાણી છોડાયુ રહ્યુ છે. બીજી બાજુ ખેડૂતોને 10 કલાક વીજળી આપવાની શરૂઆત પણ કરવામા આવી છે.

7000-cusecs-of-water-released-from-ukai-dam-to-save-paddy-and-sugarcane-crops

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 6, 2023, 6:24 AM IST

ઉકાઈ ડેમમાંથી 7000 ક્યુસેક પાણી છોડાયું

સુરત: છેલ્લા 10 વર્ષમાં પ્રથમવાર ઓગસ્ટ મહિના બાદ સપ્ટેમ્બરનાં પ્રથમ અઠવાડિયામાં વરસાદ પડ્યો નથી. હાલ શેરડી અને ડાંગર પાકની વાવણી કરવાનો સમય છે પરંતુ વરસાદ નહીં પડતા ખેડૂતો ચિંતાતુર થયા છે. સંકટમાં સરકાર ખેડૂતોની વ્હારે આવી છે. ડાંગર અને શેરડીના પાકને બચાવવા માટે રાજ્ય સરકારે બે મહત્વના નિર્ણય લીધો છે. સરકારે દક્ષિણ ગુજરાતમાં સુરત, ભરૂચ, તાપી, વલસાડ, નવસારીમાં શેરડી અને ડાંગરનો પાક બચાવવા ઉકાઈ ડેમમાંથી 7000 ક્યુસેક પાણી કાકરાપાર નહેરમાં છોડવાનો નિર્ણય લીધો છે.

'ખેડૂતોને નુકસાન ન થાય આ માટે ઉકાઈ ડેમમાંથી હાર 6000 ક્યુસેક પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી છે. જેને વધારીને 7000 ક્યુસેક કરવામાં આવશે.' -પી.જી. વસાવા, કાર્યપાલક ઈજનેર, ઉકાઈ ડેમ

સરકારનો યોગ્ય નિર્ણય: આઠને બદલે દસ કલાક વીજળી આપવાના નિર્ણયને ખેડૂત આગેવાન જયેશ પટેલ આવકાર્યા છે. સહકારી આગેવાન જયેશ પટેલે જણાવ્યું હતું કે, 7000 ક્યુસેક પાણી ઉકાઈ ડેમ થઈ કાકરાપાર ડાબા જમણા કાંઠા નહેરમાંથી સિંચાઈ માટે છોડવામાં આવશે. ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, પીનાં ખેડૂતોની રજુઆત સરકાર સુધી પહોંચાડવામાં આવતા સરકારે બંને માંગણીઓ સ્વીકારી છે. આ વિસ્તારોમાં શેરડી 3 લાખ એકરમાં, ડાંગર 1.80 લાખ એકરમાં ઊભી છે.

ખેડૂતોને 10 કલાક વીજળી મળશે: ખેડૂત આગેવાન જયેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે હવે 10 કલાક વીજળી આપવાનું શરૂ કરાશે. 1 લાખ 50 હજાર હેક્ટર શેરડીનું વાવેતર બારડોલી, ચલથાણ, મઢી, મહુવા, કામરેજ, સાયણ, પંડવઈ, ગણદેવી, વલસાડ, ઓલપાડ કાંઠા, અને વટારીયા સુગર માટે થયું છે. 1.20 લાખ એકરમાં ડાંગર અને એક લાખ એકરમાં શેરડીનો પાક બચી જશે.

  1. Gujarat Rain Forecast : ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી, ખેડૂતોમાં હરખ
  2. Gir Somnath Farmer Issue : કિસાન સૂર્યોદય યોજનાનો મધ્યાને સૂર્યાસ્ત, અપૂરતા વીજ પૂરવઠાથી ખેડૂતો પરેશાન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.