ETV Bharat / state

હોસ્પિટલમાં ડોક્ટરોની બેદરકારીએ બાળકનો ભોગ લીધો, પરિવારનો આક્ષેપ

author img

By

Published : Jul 15, 2022, 5:21 PM IST

સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં (Surat New Civil Hospital)આવી છે. નવી સિવિલ હોસ્પિટલમાં 24 દિવસથી ICU માં ભરતી કરેલા બાળકનું ડોક્ટરના બેદરકારીને કારણે મોત(Civil Hospital child dies)થયું છે. તેવા પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે.

હોસ્પિટલમાં ડોક્ટરોની બેદરકારીએ બાળકનો ભોગ લીધો, પરિવારનો આક્ષેપ
હોસ્પિટલમાં ડોક્ટરોની બેદરકારીએ બાળકનો ભોગ લીધો, પરિવારનો આક્ષેપ

સુરતઃ શહેરની નવી સિવિલ હોસ્પિટલ (Surat New Civil Hospital)સતત કોઈના કોઈ મુદ્દે વિવાદમાં આવતી હોય છે. તે જ રીતે આજરોજ ફરી એક વખત નવી સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી છે. હોસ્પિટલમાં ડોક્ટરના બેદરકારીને કારણે છેલ્લા 24 દિવસથી ICUમાં ભરતી કરાયેલા 7 વર્ષના બાળકનું મોત થયું છે. તેવું પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. બાળકને લગાવવામાં આવેલ(Civil Hospital child dies) નળી નીકળી જતા માતાએ ડોક્ટરને બોલાવતા ડોક્ટર સુતેલા હતા અને કહ્યુંકે હું આવું છું. એમ કહીને ડોક્ટર નહીં આવતા અંતે બાળકનું મોત થઈ જતું હોય છે. જોકે આ સમગ્ર મામલે હાલ નવી સિવિલ હોસ્પિટલનું તંત્રએ તપાસના આદેશ આપ્યા છે.

નવી સિવિલ હોસ્પિટલ

નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા - મારા સાત વર્ષના છોકરાને અમે 22 તારીખના રોજ નવી સિવિલ હોસ્પિટલમાં(Surat New Civil Hospital) સારવાર માટે લઈ આવ્યા હતા. અહીં મારા છોકરાનું સીટી સ્કેન તથા બાટલો ચઢાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને ICU માં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં પણ તેની ટ્રીટમેન્ટ કરવામાં આવી રહી હતી. છોકરો સારો પણ થઈ ગયો હતો. પરંતુ ગઈકાલે રાત્રે ફરીથી મારા છોકરાનું સીટી સ્કેન કરવામાં આવ્યું હતું. રાતે લઈને ગયા અને ત્યાં તે જ પ્રકારની ટ્રીટમેન્ટ આપવામાં આવી ઓક્સિજન વગેરે લગાવવામાં આવ્યું એવી રીતે જ રાત્રે 12:30 વાગી ગયા હતા.

આ પણ વાંચોઃ હોસ્પિટલમાં બિમારીથી ઝઝૂમી રહેલા બાળકોની 'પડ્યા પર પાટું' જેવી સ્થિતિ, બની રહ્યા છે અસુવિધાનો ભોગ

છોકરો 10 મિનિટ સુધી ઓક્સિજન વગર રહ્યો - વધુમાં જણાવ્યુંકે, ત્યારબાદ મારાં છોકરાએ માથું જોરથી હલાવ્યું હશે અને તેને કારણે તેને લગાવવામાં આવેલી નળી નીકળી ગઈ હતી. ત્યારે અમે તાત્કાલિક ડોક્ટરને કહ્યું તો ડોક્ટર અમને કહ્યું હતું કે આ કામ સર્જરીવાળા નું છે. ત્યારે અમે કહ્યું કે તમે સર્જરીવાળા ને બોલાવીને આવો. સર્જરી વાળા ડોક્ટર આવ્યો પરંતુ તે પહેલા મારો છોકરો 10 મિનિટ સુધી ઓક્સિજન વગર રહ્યો હતો.

ડોક્ટર સુઈ ગયા હતા - વધુમાં જણાવ્યુંકે, ડોક્ટર સૂતો હતો જ્યારે અમે બોલાવવા ગયા હતા ત્યારે મારી પત્ની ડોક્ટરને બોલાવવા ગઈ હતી ત્યારે ડોક્ટર સુઈ ગયા હતા. ડોક્ટર તમે આવો મારે છોકરાને જુઓ ડોક્ટરે કહે હું આવું છું એમ કેહતા કેહતા મારા છોકરાનો જીવ જતો રહ્યો, અને ડોક્ટર 20 મિનિટ બાદ આવ્યો હતો. તે ડોક્ટરનું નામ સૌરભ પ્રજાપતિ છે. અને મારા છોકરાનું નામ આયુર જીતેન્દ્ર ભાલેરાવ છે. તે ઘરમાં રમતી વખતે દાદર ઉપરથી નીચે પડી ગયો હતો.

આ પણ વાંચોઃ આ તે કેવો કહેર: સુરત નવી સિવિલ હોસ્પિટલના ટોયલેટમાં મળ્યો નવજાત શિશુનો મૃતદેહ

ડોક્ટરની પૂછપરછ કરાશે - આ બાબતે નવી સિવિલ હોસ્પિટલના RMO ઓમકાર ચૌધરીએ જણાવ્યુંકે, પરિવારજનો જે પ્રકારે આક્ષેપ કરી રહ્યા છે તે બાબતે અમે તપાસના આદેશ આપ્યા છે. રાત્રે ગઈકાલે તે વોર્ડમાં કોણ મુખ્ય ડોક્ટર હતો અને તે સમગ્ર વિગત જાણી તે ડોક્ટરની પૂછપરછ બાદ જ અમે સાચી વિગત આપીશું. હાલ તો આ મામલે અમે તપાસ હાથ ધરી છે. જો આ મમલે અમારા ડૉક્ટરની બેદરકારી સામે આવશે તમે ચોક્કસ રીતે કાયદેસરના પગલા ભરીશું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.