- કોરોના વાયરસ મોટી ઉંમરના દર્દીઓને સૌથી વધારે અસર કરે
- 45થી 65 વર્ષની મોટી ઉંમરના લોકો માટે કોરોના જોખમી સાબિત થાય
- 53 વર્ષીય મોનિકા 13 દિવસની સારવાર લઈને કોરોનામુક્ત થયા
સુરત : કોરોના વાયરસ મોટી ઉંમરના દર્દીઓને સૌથી વધારે અસર કરે છે. આંકડાઓ ચકાસીએ તો 45થી 65 વર્ષની મોટી ઉંમરના લોકો માટે કોરોના જોખમી સાબિત થયો છે. પણ ઇમ્યુનિટી સારી હોય એવા દર્દીઓ કોરોનાને મ્હાત આપવામાં સફળ થયા છે. એવું કોરોનાને હરાવનાર 53 વર્ષીય મોનિકા ભરત મોટાને જોઈને કહી શકાય છે. જેઓ સ્મીમેરમાં 13 દિવસની સારવાર લઈને કોરોનામુક્ત થયા છે.
મ ન મળતાં ગંભીર હાલતમાં મુંબઈથી સુરત લવાયા
મોનિકા મુંબઈના ભિવંડી વિસ્તારમાં રહે છે. કોરોના પોઝિટીવ આવતાં મુંબઈની ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા હતા. પરંતુ ઓક્સિજનની સુવિધા ન મળતાં ગંભીર હાલતમાં મુંબઈથી સ્પેશિયલ એમ્બ્યુલન્સ મારફતે સુરત લવાયા હતા. અહીં તેઓ હોસ્પિટલમાં હતા. તે સમયે તેમનું ઓક્સિજન લેવલ 65 ટકા થઈ ગયુ હતું. ફેફસાંમાં 75 ટકા કોરોના ઇન્ફેકશન હતું. પરંતુ સમયસર અને સઘન સારવારના પરિણામે આજે શનિવારે તેમનું ઓક્સિજન પ્રમાણ 95 ટકા થયું છે અને સ્વસ્થતાનો અનુભવ કરે છે.
આ પણ વાંચો : જામનગરની જી.જી. હોસ્પિટલની ઘોર બેદરકારી, વીડિયો વાયરલ
પરિવાર દ્વારા સુરતની સ્મીમેર હોસ્પિટલનો સંપર્ક કરાયો
મોનિકાએ જણાવ્યું છે કે, 'તારીખ 17 એપ્રિલના રોજ અચાનક શ્વાસ લેવામાં તફલીફ પડવા લાગી હતી. જેથી પરિવાર દ્વારા મુંબઈની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં ઓક્સિજનની પર્યાપ્ત સુવિધા ન હતી. જેથી પરિવાર દ્વારા સુરતની સ્મીમેર હોસ્પિટલનો સંપર્ક કરાયો હતો. ઓક્સિજન લેવલ ઓછું થઈ રહ્યું હોવાથી સ્મીમેરના કોવિડ-19ના ICU વોર્ડમાં દાખલ કરી બે દિવસ બાયપેપ પર રાખવામાં આવી હતી. જ્યાં સમયસરની સારવાર મળતા મને શ્વાસ લેવામાં ખૂબ રાહત થઈ હતી. સ્મીમેરના તબીબો નિયમિત તપાસ અને દવા આપતા હતા અને સાથે જ હિંમત વધારતા કે તમને જલ્દી જ સ્વસ્થ કરીને ઘરે મોકલવા છે. સ્મીમેરમાં આટલી સારી સારવાર મળશે એવું વિચાર્યું ન હતું. સ્વસ્થ થઈ જતાં તારીખ 29 એપ્રિલે રજા આપવામાં આવી હતી. સ્મીમેરના તબીબોનો ખુબ આભાર માનું છું કે, તેમણે મને ઉમદી સારવાર આપીને મને સાજી કરી.'
આ પણ વાંચો : ખાનગી હોસ્પિટલ્સને ઓક્સિજન સપ્લાય પૂરો પાડવા AMCએ શરૂ કર્યો કંટ્રોલ રૂમ
કોરોનાની નિ:શુલ્ક સારવાર મેળવી સ્વસ્થ થયેલા મોનિકા ઘરે પરત ફર્યા
મોનિકાના પતિ ભિવંડીમાં ફરસાણની દુકાનમાં નોકરી કરે છે. કોરોનાની નિ:શુલ્ક સારવાર મેળવી સ્વસ્થ થયેલા મોનિકા ઘરે પરત ફર્યા હતા. આ પરિવાર માટે ખૂબ આનંદની ક્ષણ બની હતી. તેમની જહેમતભરી સેવા સારવાર સ્મીમેર ઓર્થોપેડિક વિભાગના હેડ ડૉ.જનક રાઠોડ, ડૉ.નિરવ, ડૉ.શ્રેયા, ડૉ.જૈમિન, ડૉ.હિરેન, એનેસ્થેસિયા વિભાગના ડૉ.મિલન, ડૉ.પૃથા, ડૉ.અનેરી, ડૉ.અંકિતા, નર્સ સ્નેહલની સમર્પિત ટીમ દ્વારા કરવામાં આવી હતી. કોરોના સંક્રમણની ઘાતક બની રહેલી બીજી લહેરમાં સ્મીમેર હોસ્પિટલના તબીબોની નિ:સ્વાર્થ સેવા અને ફરજ નિષ્ઠાને કારણે અનેક સંક્રમિત લોકો કોરોનામુક્ત બનીને ઘરે પરત ફરી રહ્યા છે.