સુરત: સુરતની સાડીઓ પર આસામ સરકારે પ્રતિબંધ લગાવતા સુરતના 1 હજારથી વધુ વીવર્સને સીધી અસર થઇ છે. આ બાબતે ફોગવા દ્વારા આ મુદ્દે કેન્દ્રના રાજ્યકક્ષાના ટેક્સટાઈલ પ્રધાન સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. આવનારા દિવસોમાં સુરતના વેપારીઓ દિલ્લી ખાતે જશે અને કેન્દ્ર સરકાર સાથે મિટિંગ પણ કરશે. કારણ કે,ગુજરાતમાં અને આસામમાં એમ બંને જગ્યાએ ભાજપની જ સરકાર છે.
1 હજારથી વધુ વીવર્સને સીધી અસર: આસામ રાજ્યની ટ્રેડિશનલ મેખલા સાદર સાડીની કોપી કરીને સુરતના વીવર્સો આસામમાં વેચાણ કરે છે.સદીના વેપાર સાથે સુરતના હજારો કારીગરો સંકળાયેલા છે. મેખલા સાદર સાડીના વેપારથી સુરતના વીવર્સ વર્ષે 500 કરોડનો વેપાર કરે છે. આ રીતે અચાનક સાડી પર આસામ સરકારે પ્રતિબંધ લગાવતા 1 હજારથી વધુ વીવર્સને સીધી અસર થઇ છે.
આ પણ વાંચો Delhi Excise Policy Scam: ED એ તિહાર જેલમાં સિસોદિયાની પૂછપરછ શરૂ કરી
બંને રાજ્યોમાં ભાજપની સરકાર: ટ્રેડિશનલ મેખલા સાદર સાડી પર અસાં સરકારે પ્રતિબંધ મિકી દેતા ફોગવા પ્રમુખ અશોક જીરાવાળાએ જણાવ્યું હતું કે આસામ સરકારના આ નિર્ણયથી તેઓ અસમંજસમાં છે. તેઓ આ ધંધા સાથે લગભગ 15 વર્ષથી સંકળાયેલા છે અચાનક આ રીતે પ્રતિબંધ લાગવાથી તેઓના બિઝનેસને મોટો ઝાટકો લાગ્યો છે. અશોક જીરાવાળાએ વધુમાં જણાવ્યું હતું કે આ બાબતે કોઈ ચર્ચા પણ કરવામાં આવી નથી અને કોઈ નિયત સમય પણ આપવામાં આવ્યો નથી.
વેપારીઓ અસમંજસમાં: ફોગવા પ્રમુખ અશોક જીરાવાળાએ વધુમાં જણાવ્યું હતું કે, સમય આપ્યા બાદ જો આ પ્રતિબંધ લગાડવામાં આવ્યો હોત તો અમે લોકો વેપારને લઈને યોગ્ય નિર્ણય લઇ શક્યા હોય. આસામ અને ગુજરાતમાં એમ બંને રાજ્યોમાં ભાજપની સરકાર છે. આંતરરાજ્યની વચ્ચે ક્વોલિટીને આ રીતે કોમ્પિટિશન મૂકવામાં આવે તો આ નવાઈની વાત છે. આસામ જે મેખલા સાળી બનાવે છે તે હેન્ડલુમ હેડક્રાફ્ટ પણ બનાવે છે.
આ પણ વાંચો Morbi Bridge Collapse: જયસુખ પટેલે જેલમાં ઉજવવી પડશે ધૂળેટી, કોર્ટે જામીન અરજી ફગાવી
સુરતના વીવર્સ વર્ષે 500 કરોડનો વેપાર કરે છે: વધુમાં જણાવ્યું હતું કે આજે અમે 15 વર્ષથી આસમની મેખલા સાડીનું પ્રોડક્શન કરીએ છીએ. અમે અહીંથી ત્યાં સાડી મોકલીએ છીએ અને વર્ષના 500 કરોડનો વેપાર કરીએ છીએ. આમ અચાનક પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો હોવાથી 500 કરોદાં વેપારને સીધી અસર થઇ છે.