ETV Bharat / state

સુરતમાં પ્રોસેસર્સ બિઝનેસમાં GST દર ન ઘટાડતા 50 મિલો થઇ બંધ

સુરતઃ પ્રોસેસર્સના જોબ વર્ક ઉપર GST 18 ટકાથી ઘટાડી 5 ટકા કરવાની માગ સરકારે સ્વીકારી લીધી હતી. ત્યારબાદ પ્રોસેસર્સે કોઈ વિરોધ કર્યો નથી અને કોઈ ડિમાન્ડ પણ સરકાર સમક્ષ મૂકી નથી, પરંતુ છેલ્લા એક વર્ષથી વધુ સમયમાં પ્રોસેસર્સના આશરે 500 કરોડના રિફંડ મળ્યા નથી અને આર્થિક સંકડામણના કારણે 50 જેટલી પ્રોસેસ મિલો બંધ થઈ ચૂકી છે.

PROCESS
author img

By

Published : Apr 27, 2019, 12:26 PM IST

પ્રોસેસર્સ પ્રોસેસિંગના રો-મટિરિયલ્સ જેવા કેમિકલ અને કોસ્ટીંગ ઉપર 18 ટકા GST આપતા હતા. બીજી તરફ ટ્રેડર્સ 5 ટકા જોબ ચાર્જ આપતા હતા અને બાકી રહી ગયેલા 13 ટકા ક્રેડિટ પ્રોસેસર્સને મળી જ નહીં, જેના કારણે હવે આવનાર દિવસોમાં પ્રોસેસર્સ ઉગ્ર લડત આપવાની તૈયારીમાં છે. GST લાગુ થયા બાદ પ્રોસેસર્સનો બિઝનેસ માત્ર 60 ટકા જેટલો રહી ગયો છે અને કેમિકલના ભાવમાં પણ વધારો થયો છે. કોલસાના ભાવ પણ સાતમા આસમાને છે અને આ સમસ્યા વચ્ચે ક્રેડિટ નહીં મળતા પ્રોસેસર્સની મુશ્કેલીઓમાં વધારો થયો છે. શહેરની 50 મિલો બંધ થઈ ગઈ છે, જ્યારે અઠવાડિયામાં 2 દિવસ મિલો બંધ રાખવામાં આવી રહી છે.

સાઉથ ગુજરાત પ્રોસેસર્સ એસોસિએશનના અધ્યક્ષ જીતુ વખારિયાએ જણાવ્યું હતું કે, નાણાપ્રધાન અરુણ જેટલી સુરત આવ્યા હતા, ત્યારે અમે તેમની સાથે રિફંડ અંગે ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સિસ્ટમમાં એક ચેન આવ્યા બાદ ઓટોમેટીક આપને રિફંડ મળી જશે. છેલ્લા બે વર્ષમાં 30 હજારથી વધુ શ્રમિકો બેરોજગાર થઇ ગયા છે, 375 જેટલી મિલો હતી જેમાંથી કેટલીક મિલો બંધ થઈ ગઈ છે. GST ક્રેડિટ ન મળવાના કારણે નાના પ્રોસેસર્સને વધારે મુશ્કેલીઓ થઇ રહી છે.

R_GJ_05_SUR_27APR_03_PROCESS_LOST_PHOTO_SCRIPT

Photo on mail

સુરત : પ્રોસેસર્સના જોબ વર્ક ઉપર જીએસટી 18 ટકા થી ઘટાડી 5 ટકા  કરવાની માંગ સરકારે સ્વીકારી લીધી હતી. ત્યારબાદ પ્રોસેસર્સે કોઈ વિરોધ કર્યો નથી અને કોઈ ડિમાન્ડ પણ સરકાર સમક્ષ મૂકી નથી પરંતુ છેલ્લા એક વર્ષથી વધુ સમયમા પ્રોસેસર્સ ના આશરે 500 કરોડના રિફંડ મળ્યા નથી અને આર્થિક સંકડામણના કારણે 50 જેટલી પ્રોસેસ મિલો બંધ થઈ ચૂકી છે.

પ્રોસેસર્સ પ્રોસેસિંગ ના રો-મટિરિયલ્સ જેવા કેમિકલ અને કોસ્ટીંગ ઉપર 18 ટકા જીએસટી આપતા હતા બીજી તરફ ટ્રેડર્સ 5 ટકા જોબ ચાર્જ આપતા હતા અને બાકી રહી ગયેલા 13 ટકા ક્રેડિટ પ્રોસેસર્સને મળી જ નહીં,જેના કારણે હવે આવનાર દિવસોમાં પ્રોસેસર્સ ઉગ્ર લડત આપવાની તૈયારીમાં છે જીએસટી લાગુ થયા બાદ પ્રોસેસર્સનો બિઝનેસ માત્ર 60 ટકા જેટલો રહી ગયો છે અને કેમિકલના ભાવમાં પણ વધારો થયો છે કોલસાના ભાવ પણ સાતમા આસમાને છે અને આ સમસ્યા વચ્ચે ક્રેડિટ નહીં મળતા પ્રોસેસર્સની મુશ્કેલીઓમાં વધારો થયો છે શહેરની 50 મિલો બંધ થઈ ગઈ છે જ્યારે અઠવાડિયામાં બે દિવસ મિલો બંધ રાખવામાં આવી રહી છે..

સાઉથ ગુજરાત પ્રોસેસર્સ એસોસિયેશનના અધ્યક્ષ જીતુ વખારિયાએ જણાવ્યું હતું કે નાણામંત્રી અરુણ જેટલી સુરત આવ્યા હતા ત્યારે અમે તેમની સાથે રિફંડ અંગે ચર્ચા કરી હતી તેમણે જણાવ્યું હતું કે સિસ્ટમમાં એક ચેન આવ્યા બાદ ઓટોમેટીક આપને રિફંડ મળી જશે.છેલ્લા બે વર્ષમાં ૩૦ હજારથી વધુ શ્રમિકો બેરોજગાર થઇ ગયા છે, ૩૭૫ જેટલી મિલો હતી જેમાંથી કેટલીક મિલો બંધ થઈ ગઈ છે જીએસટી ક્રેડીટ ન મળવાના કારણે નાના પ્રોસેસર્સને વધારે મુશ્કેલીઓ થઇ રહી છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.