સુરત: નવી સિવિલ હોસ્પિટલમાં આજરોજ 33મું અંગદાન કરાવામાં આવ્યું છે. અષાઢી અમાસ એવા દિવાસાનાં શુભ પર્વે નવી સિવિલ ખાતેથી છેલ્લા 6 મહિનામાં 33મું અંગદાન કરવામાં આવ્યું છે. માનવ સેવા એ જ પ્રભુ સેવાની ઉક્તિને સાકાર કરતી દાનવીરોની ભૂમિ તરીકે ખ્યાતિ પામનાર સુરત અંગદાન તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી છે. શહેરની નવી સિવિલ હોસ્પિટલ ખાતે દિવાસાનાં પાવન પર્વે વધુ એક અંગદાન નોંધાયું હતું. શહેરના ઉધના ખાતે રહેતી 43 વર્ષીય બ્રેઇનડેડ હિનાબેન હિતેશભાઇ સોજીત્રાની બે કિડની, એક લિવર અને બે ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું છે.
"આ બાબતે નવી સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેટડો.ગણેશ ગોવેકરે જણાવ્યુંકે, આજે આપણી સિવિલ હોસ્પિટલમાં 33મું અંગદાન કરાવામાં આવ્યું છે. શહેરના ઉધના વિસ્તારમાં આવેલ સત્યનારાયણ નગરમાં રહેતી 43 વર્ષીય હિનાબેન હિતેશભાઈ સોજિત્રા જેઓ ગત 15મી જુલાઈના રોજ તેમની દિકરીઓને ઉધનાગામ સ્થિત મીરાનગર પ્રાથમિક શાળાએ લેવા જતા હતા ત્યારે ચક્કર આવવાથી તેઓ બેભાન થઇ ગયા હતા. જેથી તેમને સારવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ લાવામાં આવ્યો હતો. અહીં તેમની સારવાર ચાલી રહી હતી"--ગણેશ ગોવેકરે ( સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેટ)
અંગદાનની તૈયારીઓ: બે ચક્ષુને સિવિલ હોસ્પિટલની આઈ બેંકમાં રાખવામાં આવ્યા છે. વધુમાં જણાવ્યુંકે, જોકે આજે સારવાર દરમિયાન આજે સાવરે તેમને ડોક્ટરો દ્વારા બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. ત્યારબાદ ડોક્ટરોની ટીમ દ્વારા હીનાબેન ના પરિવારજનોને અંગદાન વિશે માહિતી આપવામાં આવી હતી.જેથી સ્વ.હિનાબેનનાં પતિ હિતેશભાઈએ અંગદાન ની સમંતિ આપતાં જ હોસ્પિટલ દ્વારા અંગદાન ની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી. જે થકી અંગોનું દાન કરવામાં આવ્યું હતું જેમાં બે કિડની, એક લીવર તથા બે ચક્ષુનું દાન લેવામાં આવ્યું હતું. કિડની અને લીવર અમદાવાદની આઈ.કે.ડી.હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જયારે બે ચક્ષુને સિવિલ હોસ્પિટલ ની આઈ બેંકમાં રાખવામાં આવ્યા છે.આ રીતે સ્વ.હિનાબેનના પાંચ અંગદાનથી પાંચ જિંદગીઓને નવજીવન આપવાનું સેવાકાર્ય થયું છે. તેમના પરિવારમાં પતિ હિતેશભાઇ સુરેશભાઇ સોજીત્રા, 11 વર્ષીય ક્રુપાબેન તથા 4 વર્ષીય વૈભવીબહેન છે.
- Surat News : સુરત કોર્પોરેશનના કર્મચારીનું ડુમસના દરિયામાં ડૂબી જવાથી થયું મોત, અનેક લોકોના બચાવી ચુક્યો છે જીવ+
- Surat News: ચોમાસામાં સુરતમાં લોકોના આખોમાં કન્ઝેક્ટિવાઇટિસનું પ્રમાણ વધુ જોવા મળ્યું