ખોડલધામના પ્રમુખનરેશ પટેલ સાંજે સુરત મુલાકાતે આવ્યા હતા. લેઉવા પટેલ સમાજના વિશેષ કાર્યક્રમમાં તેમણે હાજરી આપી હતી. સમાજ ઉત્થાનના કાર્યોને લઈ નાના વરાછા ખાતે લેઉવા પટેલ સમાજની આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મિટિંગમાં ખોડલધામ જેવું મંદિર સુરતમાં બનાવવા માટે પ્લાનિંગ કરવા અંગેની ચર્ચા કરવામાં આવી હતી. પાટીદાર સમાજના વિદ્યાર્થીઓ માટેની યોજના ઘડી કાઢવામાં આવશે તેવી વાત પણ સમાજની મિટિંગમાં હાજર નરેશ પટેલે કરી હતી. નાના વરાછા ખાતે લેઉવા પટેલ સમાજના અગ્રણી પરબતભાઈ કાછડીયાના નિવાસ્થાને થયેલી મિટિંગમાંસમાજના અન્ય અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. તો કેટલાકઉદ્યોગકારોની પણઉપસ્થિતી જોવા મળી હતી.
નરેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સમાજના દરેક વર્ગમાંથી યુવાનોએ રાજકારણમાં આવવું જોઈએ. સમાજ જેટલો મોટો એટલુપ્રભુત્વ તેને મળવું જોઇએ. એટલુ જ નહીં પરંતુ જેવો સમાજ તેવી સરકારમાં લોકો હોવા જોઇએ. નરેશ પટેલના પુત્ર કોંગ્રેસમાંથી ચૂંટણી લડી શકે છે તેવી ચર્ચા અંગે તેમણે કોઈપણ પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો હતો. તેમણે જણાવ્યું કે, આ સમાજનો કાર્યક્રમ છે અને અહીં કોઈ પણ રાજકારણના મુદ્દા પર ચર્ચા કરવી યોગ્ય નથી. સમય આવ્યે આ વાતનો જવાબ આપવામાં આવશે.