સુરતનો સુવાલી દરિયો શહેરીજનો માટે ફરવાલાયક સ્થળ છે,જેના પર વાયુ વાવાઝાડાના પગલે તેના પર હાલ લોકોની અવાર - જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્દેયું છે. તો આ સાથે જ સુવાલી બીચ પર તંત્ર દ્વારા પોલીસ જવાન તૈનાત કરી દેવામાં આવ્યા છે.કોઈ પણ સમયે કોઈ પણ પરિસ્થિતીને પહોંચીવળવા તંત્ર સજ્જ બન્યું છે. આ સાથે જ દરિયામાં માછીમારી કરવા ગયેલા તમામ માછીમારોને સલામતીના ભાગરૂપે તંત્ર દ્વારા પરત ફરવા સૂચના આપવામાં આવી છે.
આ ઉપરાત નીચાળવાળા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષાનાના ભાગ રૂપે સ્થળાંતર કરવવાની પણ સૂચના અપાઇ છે.તંત્ર દ્વારા કાચા મકાન પતરાના શેડવાળા મકાનમાં લોકોને નહીં રહેવા સુચન કરવામાં આવ્યું છે.તો આ સાથે સુરતના દરિયા કિનારે આવેલા હજીરા ગામવાસી,માછીમારો અને પોલીસ વચ્ચે બેઠક કરીને વિકટ પરિસ્થિતિમાં કયાં પ્રકારે કામગીરી કરવી તેનું સુરત પોલીસ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.