ETV Bharat / state

સુરતમાંથી ડુપ્લિકેટ ગુટખા વેચાણ કરતા 3 શખ્સો ઝડપાયા - factory

સુરત: શહેરના સરથાણા વિસ્તારમાંથી બનાવટી ગુટખા બનાવવાના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જેમાં પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે લાખોની મશીનરી, ગુટખા માટે વપરાતો રોલ સહિત ગુટખાનો જથ્થો ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Mar 21, 2019, 8:04 PM IST

Updated : Mar 22, 2019, 12:00 PM IST

આ આરોપીઓ વિમલ બ્રાન્ડનો ગેરકાયદેસર ઉપયોગ કરીને માર્કેટમાં બનાવટી ગુટખાનું વેચાણ કરતા હતા. આ રેકેટનો પર્દાફાશ બાતમીના આધારે કરવામાં આવ્યો છે. બુધવારની રાત્રે આ ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. બાતમીના આધારે લસકાણા વિસ્તારમાં આવેલી ડાયમંડનગર ઈન્ડ્રસ્ટ્રીયલમાં રેડ પાડીને 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

Surat
સુરતમાંથી ડુપ્લીકેટ ગુટખા બનાવનાર 3 આરોપી ઝડપાયા

પોલીસના હાથે ઝડપાયેલા ઈસમો છેલ્લા કેટલાક સમયથી ડુપ્લિકેટ ગુટખા બનાવતા હત. આ ગુટખા માટે સામાન ક્યાંથી લાવી શહેરમાં ક્યા ક્યા વિસ્તારોમાં સપ્લાઈ કરતા હતા, જેવી વિગતો મેળવવા પોલીસે ગુરૂવારે તમામ આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે. જો કે આ પહેલા પણ આ પ્રકારની બે ફેક્ટરી સુરતમાંથી પકડાઈ ચૂકી છે. તેવામાં પકડાયેલી નકલી ગુટખા અને બનાવટી ફેક્ટરી સાથે અન્ય આરોપી સંકળાયેલા છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

Intro:Body:

સુરતના સરથાણા વિસ્તારમાંથી બનાવટી ગુટખાનું કારખાનું ઝડપાયું 

સુરત : સરથાણા વિસ્તારમાંથી બનાવટી ગુટખા બનાવવાના રેકેટનો પોલીસે પર્દાફાશ કરી 3 આરોપીઓને ઝડપી પાડયા છે. પોલીસે લાખોની મશીનરી,ગુટખા માટે વપરાતો રોલ સહિત ગુટખાનો જથ્થો ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ વિમલ બ્રાન્ડનો ગેરકાયદે રીતે ઉપયોગ કરી બજારમાં બનાવટી ગુટખાનું વેચાણ કરતા હતા. જે બાતમીના આધારે પોલીસે આ રેકેટનો પર્દાફાશ કર્યો હતો.

સુરતના સરથાણા પોલીસની પકડમાં આવેલ આ ઈસમોની પોલીસે ગતરોજ મોડી રાત્રે ધરપકડ કરી છે. સરથાણા પોલીસને બાતમી મળી હતી કે, લસકાણા વિસ્તારમાં આવેલ ડાયમંડ નગર  ઇન્ડસ્ટ્રીયલ ખાતે  કેટલાક શખ્સો વિમલ બ્રાન્ડની ડુપ્લીકેટ ગુટખાનું કારખાનું ચલાવી રહ્યા છે. ત્યારે આ માહિતીના આધારે સરથાણા પોલીસે સર્વેલન્સ સ્ટાફ અને પીએસઆઇ સાથે અહીં રેડ પાડી 3 આરોપીઓને ઝડપી પાડયા હતા. પોલીસે સ્થળ પરથી બનાવટી ગુટખાનો મોટો જથ્થો,વિમલ બ્રાન્ડની પ્રિન્ટવાળો રોલ સહિત ત્રણ મશીનરી મળી લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપીઓ બનાવટી ગુટખાનું વેચાણ શહેરના કયા કયા ખૂણે કરતા હતા તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. દરમ્યાન બનાવટી ગુટખા બનાવવાના આ રેકેટમાં હજી કેટલા આરોપીઓ સંડોવાયેલા છે, તે અંગેની કાર્યવાહી સરથાણા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.

પોલીસના હાથે ઝડપાયેલ ઈસમો છેલ્લા કેટલાક સમયથી ડુપ્લીકેટ ગુટખા બનાવતા હતા, અને ગુટખા માટે સામાન ક્યાંથી લાવી શહેર માં કયા ક્યા વિસ્તારોમાં સપ્લાઈ કરતા હતા, જેવી વિગતો મેળવવા પોલીસે આજે તમામ આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાંડ માટેની તજવીજ હાથ ધરી છે. રિમાંડ દરમિયાન ડુપ્લીકેટ ગુટખાના કારોબારમાં સંડોવાયેલ અન્ય માથાઓના નામ પણ બહાર આવી શકે તેવી આશંકા પોલીસે વ્યક્ત કરી છે. 

જો કે, ભૂતકાળ માં આવી બે ફેક્ટરી સુરત ખાતેથી પકડાઈ ચૂકી છે. તેવામાં પકડાયેલ નકલી ગુટખા અને બનાવટી ફેક્ટરી સાથે અન્ય આરોપી સંકળાયેલ છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

બાઈટ :- એન ડી ચૌધરી (પીઆઇ, સરથાણા પોલીસ સ્ટેશન સુરત )

Conclusion:
Last Updated : Mar 22, 2019, 12:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.