સુરત નવી સિવિલ હોસ્પિટલમાં (Surat New Civil Hospital ) 20 વર્ષીય યુવક અંગદાન કરવામાં આવ્યું છે. થોડા સમય પહેલા ભેેસ્તાન વિસ્તારમાં યુવકનો અકસ્માત થયું હતું. આ અકસ્માતમાં આ યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેને નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન યુવકને બ્રેઇનડેડ થતાં તેમનું મોત ( 20 year old brain dead ) થયું હતું.પરિવાર દ્વારા અંગોનું દાન ( organ donation ) કરી ત્રણ લોકોના જીવનમાં દિવાળીની જ્યોત પ્રજવલિત કરી છે. ગઈકાલે પણ એક વ્યક્તિના અંગોનું દાન કરવામાં આવ્યું હતું.
સુરતથી અમદાવાદ મોકલાયા અંગ દિવાળીના દિવસે નવી સિવિલ હોસ્પિટલમાં સતત બીજા દિવસે અંગોનું દાન કરવામાં આવ્યું છે. આ અંગદાનથી કુલ 6 લોકોના જીવ બચી ગયા છે. આ અંગદાન સુરેન્દ્ર બદરી પ્રસાદના પુત્રનું કરવામાં આવ્યું છે. તેમાં એક લીવર અને બે કિડની ટ્રાન્સપ્લાન્ટ સુરતથી અમદાવાદ કરવામાં આવ્યું છે.
બ્રેઇનડેડ યુવકના પિતાની પ્રતિક્રિયા તેમણે જણાવ્યું હતું કે દિવાળીના અવસર પર હું લોકોને કહેવા માગું છું કે, અંગદાન મહાદાન કહેવામાં આવે છે. જો તમે તમારા પરિવાર તથા તમારા કોઈ અન્ય મિત્રને ખોવો છો તો તમે એમના અંગોનું દાન કરી અન્ય લોકોનું જીવ બચાવી શકો છો. એ વ્યક્તિના અંદર પોતાના પરિવાર અને મિત્રોને જીવત હશે તેમ તમને અનુભવ થશે. અમારા ઘરનો દીવો તો આજે બુઝાઇ ગયો છે. પરંતુ અન્ય લોકોના જીવનમાં નવો દિવાળીમાં દીપકનો ઉદય થયો છે. અમે લીવર અને બે કિડની ડોનેટ કર્યાં છે.