- ત્રણ ગામોએ સંયુક્ત રીતે શરૂ કર્યું કોવિડ સેન્ટર
- દર્દીઓ સહિત પરિજનોને રહેવા-જમવાની વિનામૂલ્યે સુવિધા
- સેન્ટરમાં ગ્રામજનોનો સહયોગ પણ મળી રહ્યો છે
બારડોલી: નિણત ગામે આવેલી રાધા ગોવિંદ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલની હોસ્ટેલમાં 20 બેડનું આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. 'મારુ ગામ કોરોનામુક્ત ગામ' અંતર્ગત નિણત, સરભોણ અને બાબલા ગ્રામ પંચાયત દ્વારા સંયુક્ત રીતે શરૂ કરવામાં આવેલા આ આઇસોલેશન સેન્ટરમાં દાખલ થનાર દર્દીઓને તમામ સુવિધા નિઃશુલ્ક પુરી પાડવામાં આવશે.
![બારડોલીના નિણતની રાધા ગોવિંદ સ્કૂલમાં 20 બેડનું આઇસોલેશન સેન્ટર શરૂ કરાયું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-surat-rural-02-isolation-centre-photo-story-gj10039_04052021193900_0405f_1620137340_715.jpg)
આ પણ વાંચો: બારડોલી નગરપાલિકાની એકમાત્ર એમ્બ્યુલન્સની કોરોના દર્દીઓ માટે ફાળવણી
10-10 બેડ મહિલા અને પુરૂષો માટે
રાધા ગોવિંદ ટ્રસ્ટ નિણતના સંદીપભાઈ અને સુનિલ પટેલના પરિવારના સહયોગથી હોસ્ટેલમાં 20 બેડનું આઇસોલેશન સેન્ટર શરૂ કરાયું છે. આ આઇસોલેશન સેન્ટરનું ઉદ્ઘાટન બારડોલી તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ પરીક્ષિત દેસાઈ તેમજ સુનિલ પટેલ અને સંદીપ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. 10-10 બેડ મહિલા અને પુરુષો માટે ફાળવવામાં આવ્યા છે.
![બારડોલીના નિણતની રાધા ગોવિંદ સ્કૂલમાં 20 બેડનું આઇસોલેશન સેન્ટર શરૂ કરાયું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-surat-rural-02-isolation-centre-photo-story-gj10039_04052021193900_0405f_1620137340_746.jpg)
આ પણ વાંચો: સુરત જિલ્લામાં 1000 રેમડેસીવીરની ફાળવણી
દર્દીના સગાને રહેવાની પણ સુવિધા
આ ઉપરાંત, દર્દીના સગાઓને રહેવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. દર્દીઓને સવાર સાંજ નાસ્તો અને ભોજન પણ નિઃશુલ્ક આપવામાં આવશે. આ સાશે, બારડોલીની નેક્સા કંપનીના કલ્પેશ પંચાલ દ્વારા આઇસોલેશન સેન્ટર પર 2 એમ્બ્યુલન્સ માટે પાણીની સેવા વિનામૂલ્યે પુરી પાડવામાં આવી રહી છે. આ સેન્ટરમાં સરભોણ CHCના તબીબો અને આરોગ્ય કર્મચારીઓ સેવા આપશે.