- તાતીથૈયાના સોનીપાર્કમાંથી 2 બોગસ તબીબ ( Bogus Doctor ) ઝડપાયા
- પાટણ SOG પોલીસે બાતમીના આધારે ક્લિનિક ઉપર કરી રેડ
- પોલીસે દવાઓ, ઇન્જેક્શન મળીને 18 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો
બારડોલી: સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં તાતીથૈયા ખાતેથી SOG પોલીસે ગુજરાત મેડિકલ જનરલ પ્રેક્ટિસ કરવાના લાઇસન્સ વગર દવાખાનું ચલાવી એલોપેથિક તથા હોમિયોપેથિક પ્રકારની દવાઓ તથા મેડિકલ પ્રેક્ટિસના સાધનો વગર મનુષ્યની જિંદગી સાથે ચેડાં કરતાં બે બોગસ ડોક્ટર ( Bogus Doctor )ને ઝડપીને તેમની પાસેથી 18,700 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
બાતમીના આધારે પકડાયા
સુરત જિલ્લા SOG પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમ્યાન બાતમી મળી હતી કે, લાઇસન્સ વગર દવાખાનું ચલાવીને એલોપેથિક તથા હોમિયોપેથિક એમ અલગ અલગ પ્રકારની દવાઓ તથા મેડિકલ પ્રેક્ટિસના સાધનો વગર ડિગ્રીએ તેમજ ઈન્ડિયન મેડિસિન કાઉન્સીલ ( Indian Medicine Council ) તથા ગુજરાત મેડિસિન કાઉન્સીલ ( Gujarat Medicine Council ) ના નોંધણી પ્રમાણપત્ર વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી મનુષ્યની જિંદગી સાથે ચેડાં કરતો બોગસ ડોક્ટર ( Bogus Doctor ) તાતીથૈયા ખાતે દવાખાનું ચલાવી રહ્યા છે. જેના આધારે SOG પોલીસે દરોડો પાડ્યો હતો અને તાતીથૈયા ગામે આવેલા સોનીપાર્ક-2માં હિમાની ક્લિનિક ચલાવતા ચંદનકુમાર શિવચંદ્ર ચૌધરી તથા અવધેશકુમાર મહંથ સિંઘને ઝડપી પાડ્યા હતા.
એક Bogus Doctor ધોરણ 12 નાપાસ
પકડાયેલા 2 Bogus Doctor પૈકી ચંદનકુમાર ધોરણ 12 નાપાસ હોવા છતાં ક્લિનિક ચલાવતો હતો. તેની પાસેથી કોઈ પ્રમાણપત્રો કે લાયસન્સ મળ્યા ન હતા. પોલીસે પકડાયેલા બન્ને શખ્સો પાસેથી કુલ 18,700 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો -
- વડોદરામાં Bogus Doctor ઝડપાયો, 20 વર્ષથી આપતો હતો એલોપેથીની દવાઓ
- દ્વારકા નજીકના રૂપેણ બંદર વિસ્તારમાં Bogus Doctorની ધરપકડ
- રાજકોટમાંથી વધુ એક Bogus Doctor ઝડપાયો
- કોરોનાગ્રસ્ત Bogus Doctor સામે જન આરોગ્ય સાથે ચેડા કરવાનો ગુનો નોંધાયો
- મોરબીમાં ક્લીનીક ચલાવતો Bogus Doctor ઝડપાયો
- Bogus Doctor - રાજકોટમાંથી બોગસ ડૉક્ટર ઝડપાયો
- Bogus Doctor - મોરબીમાંથી બોગસ ડૉક્ટર ઝડપાયો
- Bogus Doctor - રાજયમાં 74 બોગસ તબીબ ઝડપાયા