- સુરત ગ્રામમાં યુદ્ધના ધોરણે કરવામાં આવી રહ્યું છે કોરાના વેક્સિનેશન
- 60 વર્ષથી ઉપરના 279એ પહેલો અને 119 વ્યક્તિઓએ બીજો ડોઝ લીધો
- 45થી 59 ઉંમરના 1322 લોકોએ પહેલો જ્યારે 213 લોકોએ બીજો ડોઝ લીધો
સુરત: કોરાના વાઇરસનું સંક્રમણ ઘટે અને કોરાના સામે રક્ષણ મળી રહે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા હાલ સુરત ગ્રામમાં યુદ્ધના ધોરણે કોરાના રસી મુકવામાં આવી રહી છે. ત્યારે, આરોગ્ય વિભાગ દ્વારા સોમવારે વધુ 1983 વ્યક્તિઓને કોરાના રસી મુકવામાં આવી હતી. જેમાં, 10 આરોગ્ય કર્મીઓએ પહેલો અને 4એ બીજો ડોઝ લીધો હતો. આ ઉપરાંત, 25 ફ્રન્ટલાઈન વર્કરએ પહેલો ડોઝ અને 11એ બીજો ડોઝ લીધો હતો. આ સાથે, 45થી 59 ઉંમરના 1322 લોકોએ પહેલો જ્યારે 213 લોકોએ બીજો ડોઝ લીધો હતો. 60 વર્ષથી ઉપરના 279એ પહેલો જ્યારે 119 લોકોએ રસીનો બીજો ડોઝ લીધો હતો.
આ પણ વાંચો: સુરત ગ્રામ્યમાં વધુ 1,559 લોકોનું વેક્સિનેશન કરાયું
સૌથી વધુ રસી ઓલપાડ તાલુકાનાં લોકોએ લીધી
આરોગ્ય વિભાગ દ્વારા મુકેલી રસીની તાલુકા દીઠ વાત કરીએ તો ચોર્યાસી 363, કામરેજ 410, પલસાણા 117, ઓલપાડ 583, બારડોલી 177, માંડવી 47, માંગરોળ 64, ઉમરપાડા 64, મહુવા 288 લોકોએ કોરાના રસી લીધી હતી.
આ પણ વાંચો: પ્લાઝમા ડોનેટ કરી શકાય એ માટે વેક્સિન લીધી ન હતી: હરેન ગાંધી